43 પાછા યેઇન ઈસુય ચ્યાહાન હુતલા દેખ્યા, કાહાકા ચ્યાહા ડોળા નિંદે કોઇન બાઆય ગીઅલા આતા.
આજુ યોકદા પાછા જાયને ચ્યે ઓહડી પ્રાર્થના કોઅયી કા, ઓ મા આબા જોવે વાટકો પિયા વોગાર માયેપાઅને નાંય ઓટી હોકે, તે તું તો મોરજયેકોય ઓઅરા દે.
ચ્યાહાન છોડીન તો પાછો ગીયો, એને તીજ વાત પાછી આખીન, તીજેદા પ્રાર્થના કોઅયી.
બાકી પિત્તર એને ચ્યા હાંગાત્યા ચ્ચાઆરે નિંદેમાય આતા, બાકી જોવે ચ્યા પુરાં રીતે કોઅય જાગી ઉઠયા, તોવે ચ્યાહાય ઈસુ મહિમા એને ઈસુઆરે ઉબા રીઅલા બેન માટડાહાલ દેખ્યા.
એને યુતુખુસ નાંવા યોક જુવાન બાર્યેવોય બોઠલો આતો, એને જોવે પાઉલ મોડેહુદુ સંદેશ દેતો રિયો તે તો નિંદેલીદે ડોલવાથી તીજા માળા ઉપને ટુટી પોડયો, એને મોઅઇ ગીયો.
દરેક માઅહું સરકારી ઓદિકારી લોકહા આધીન રોય, કાહાકા પોરમેહેરા પોરવાનગી કોય ચ્ચાહાન ઓદિકાર દેવાયેહે, એને જ્યા ઓદિકારી હેય ચ્યા પોરમેહેરાપાઅને ઠોરાવલા ગીઅલા હેય.