36 ચ્યા પાછે ઈસુ ચ્યાહાઆરે ગેતસેમાને નાંવા જાગાવોય યેનો એને ચ્યે શિષ્યહાન આખ્યાં કા તુમા ઈહીં બોહીજા “આંય જાયન પોરમેહેરાલ પ્રાર્થના કોઅહુ.”
પાછો ઈસુ વાહાયોક દુઉ ગીયો એને મેંડયે પોડયો એને પોતે ચેહેરો દોરત્યેવોય ટેકાડી દેનો એને પ્રાર્થના કોઅરા લાગ્યો, “ઓ પિતા, નોકીજ બોની હોકેત યા દુઃખા પિયાલો માથી દુઉ ઓઅઇ જાય, તેરુંબી જેહેકોય આંય વિચારતાહાવ તેહેકેન નાંય, બાકી જેહેકોય તું વિચારતો તેહેકોયનુજ ઓએ.”
આજુ યોકદા પાછા જાયને ચ્યે ઓહડી પ્રાર્થના કોઅયી કા, ઓ મા આબા જોવે વાટકો પિયા વોગાર માયેપાઅને નાંય ઓટી હોકે, તે તું તો મોરજયેકોય ઓઅરા દે.
બાકી તું જોવે પ્રાર્થના કોએ, તોવે તો ખોલ્યેમાય જો, એને બાઅણા બંદ કોઇન તો આબહો જો ગુપ્તમાય હેય ચ્યાલ પ્રાર્થના કોઓ, તોવે તો આબહો તુલ ગુપ્તમાયને એઅહે, તુલ પ્રતિફળ દેઅરી.”
ઈસુવાય યે દોરત્યેવોય રોતી સમય ઉચા આવાજામાય બોંબલીન એને રોડતાંજ, પોરમેહેરાલ, જો ચ્યાલ મોરણાથી બોચાવી હોકતો, પ્રાર્થના એને વિનાંતી કોઅયી, એને નમ્ર સમર્પણાલીદે ચ્યા વોનાવામાય યેના.