29 આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, ચ્યા પાછે, આંય ચ્યા દિહયા લોગુ પાછે કોવેજ દારાખા રોહો નાંય પિયું, જાંઉ લોગુ આંય પોરમેહેરા રાજ્યામાય નોવો દારાખા રોહો નાંય પીયહીં”.
બાકી પોરમેહેરા લોક ચ્યાહા આબહા રાજ્યામાય દિહા હારકા ચોમકી, જ્યા વોનાયા હાટી તિયાર હેય ચ્યા વોનાય લેય.”
“આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા ઈહીં ઉબલા કોલહાક લોક તોવેબી જીવતા રોય, જાવ હુદુ માઅહા પોહાલ પોરમેહેરા રાજ્યા સામર્થકોય ચ્યાહા વોચ્ચે યેતા દેખી.”
ઈ યાહાટી કા જાં બેન કા તીન મા શિષ્ય ઓઅના લીદે બેગા ઓઅતાહા તાં આંય ચ્યાહા વોચમાય રોતાહાંવ.”
તોવે, રાજા ચ્યા જમણી વાળાહાલ આખરી, ‘ઓ મા આબહા બોરકાતવાળા લોક, યા, એને મા એને ચ્યા રાજ્યા ઓદિકારી ઓઅઇ જાય, જીં દુનિયા શુરવાતથી તુમહેહાટી તિયારી કોઅલા હેય.
એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ઓ દારાખા રોહો મા લોય હેય, મા લોય ઘોણા લોકહા પાપહા માફ્યે હાટી વોવાડલાં જાહે, ઓ ચ્યા વાયદા સાબિત કોઅરી જો પોરમેહેર પોતે લોકહાઆરે બોનાવી રિઅલો હેય.
તોવે ઈસુ એને ચ્યા શિષ્યહાય પાસ્કા ગીતે આખ્યે એને પોરમેહેરા સ્તુતિ કોઅયી, એને યેરૂસાલેમ શેહેરા બાઆ જાતા રિયા એને જૈતુન ડોગા ઉપે ચાલ પોડ્યા જો પાહાય આતો.
એને ચ્યાહાન બોદ્યો વાતો જ્યો માયે તુમાહાલ આગના દેનહી, ચ્યો માનના હીકાડા: એને યાદ રાખા, આંય દુનિયા છેલ્લે લોગુ તુમહેઆરે હેય.
આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, ચ્યા પાછે, આંય ચ્યા દિહી યા લોગુ પાછે કોવેજ દારાખા રોહો નાંય પિયું, જાંઉ લોગુ આંય પોરમેહેરા રાજ્યામાય નોવો દારાખા રોહો નાંય પીયહીં.”
“તોવે ઈસુવે આખ્યાં, તુમા ગેટહા યોક હાના ટોળા હારકે હેય, યાહાટી કોઅયેહેબી વાતે તુમા બીયહા મા, કાહાકા પોરમેહેર આબાલ ઈ ગોમ્યા, કા તુમહાન રાજ્ય દી.
બાકી આમી આનંદ કોઅરા એને મગન ઓરા જોજે કાહાકા તો ઓ બાહા જેહેકોય મોઅઇ ગીઅલો આતો એને પાછો જીવતો ઓઅય ગીયહો, જો ટાકાય ગીઅલો આતો, બાકી આમી મિળી ગીયહો.’”
માયે યો વાતો તુમહાન યાહાટી આખ્યો, કા તુમહેમાય બી તોજ આનંદ રોય, એને તુમહે આનંદ ભરપુર ઓઈ જાય.”
યેજપરમાણે તુમાબી આમી દુઃખામાય હેય, બાકી આંય તુમહાન પાછો મીળહી એને તુમા આનંદિત ઓઈ જાહા એને તુમહે આનંદ કાદો તુમહે વોયને પેચકી નાંય લી.
બાકી આમી આંય તોપાય યેય રિયહો, એને યો વાતો આંય દુનિયામાય રોયન આખતાહાવ, કા ચ્ચા મા આનંદાકોય પુરીરીતે બોઆય જાય.
બોદા લોકહાય ચ્યાલ નાંય દેખ્યો, બાકી ચ્યાહાય આમહાન એટલે પ્રેષિતાહાન જ્યાહાન પોરમેહેરાય સુરુવાતપાઅને નિવડી લેદલા આતા, જ્યાહાય ચ્યા મોઅલા માઅને પાછો જીવતો ઓઅના પાછે ચ્યાઆરે ખાદાં એને પિદાં.
એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો.
ચ્યા યોક લાખ ચુમાલીસ ઓજાર લોક રાજગાદી, ચાર પ્રાણી એને વડીલાહા હામ્મે ઉબલે આતેં, ચ્યે યોક નોવા ગીત આખી રીઅલે આતેં, ઈ નોવા ગીત કેવળ યોક લાખ ચુમાલીસ ઓજાર લોક હિકી હોકતે આતેં, જ્યાહાન પોરમેહેરાય દોરતીવોય રોનારાહા લોકહા વોચમાઅને છોડવી લેદલા હેય.
કાહાકા ગેટા જીં રાજગાદી વોચમાય હેય, ચ્યાહા રાખવાળી કોઅરી, જેહેકેન યોક મેંડવાળ્યો ચ્યા ગેટાહા રાખવાળી કોઅહે, તો ચ્યાહાન તાજા પાઆય પીયાંહાટી લી જાયા કોઅરી, જીં લોકહાન જીવન દેહે, એને પોરમેહેર ચ્યાહા ડોળાહા બોદે આહવેં નુસી ટાકી.”