11 કાહાકા ગોરીબ લોક તુમહેપાય કાયામ રોઅનારાજ હેતા બાકી આંય તુમહેઆરે કાયામ નાંય હેતાઉ.
ઈ યાહાટી કા જાં બેન કા તીન મા શિષ્ય ઓઅના લીદે બેગા ઓઅતાહા તાં આંય ચ્યાહા વોચમાય રોતાહાંવ.”
ઈસુવે ઈ જાઇન આખ્યાં, “તુમા બાયેલ કાય કોઅરા ખીજવાતાહા? ચ્યે તે મા હાટી હારાં કામ કોઅયા.
એને ચ્યાહાન બોદ્યો વાતો જ્યો માયે તુમાહાલ આગના દેનહી, ચ્યો માનના હીકાડા: એને યાદ રાખા, આંય દુનિયા છેલ્લે લોગુ તુમહેઆરે હેય.
ગોરીબ લોક તે તુમહેઆરે કાયામ રોનારા હેતા, એને તુમહાન ફાવે તોવે તુમા ચ્યાહાન હારાં કોઓઇ હોકતાહા, બાકી આંય તુમહેઆરે કાયામ નાંય રોનારો.
કાહાકા ગોરીબ લોક તો તુમહેપાય કાયામુંજ રોતેહેં બાકી આંય તુમહેપાય કાયામ નાંય રોહીં.”
ઓ પોહહાય, આંય આજુ વાયજ વાઆ તુમહેઆરે હેતાઉ પાછા તુમા માન હોદહા બાકી જેહેકેન યહૂદી લોકહાન માયે આખ્યાં, જાં આંય જાય રિયહો, તાં તુમા નાંય યી હોકે, એને આમીબી તુમહાન તેહેકેનુજ આખતાહાવ.
માહારીજ દુનિયા માન નાંય એઅરી, બાકી તુમા માન એઅહા, કાહાકા આંય પાછો જીવી જાહીં, એને યાહાટી તુમાબી જીવતા રોહા.
આંય આબાઇહીને દુનિયામાય યેનહો, પાછો દુનિયાલ છોડીન આબાપાય જાય રિયહો.”
આમી આંય માન દોવાડયો ચ્યાપાય જાય રિયહો એને તુમહેમાઅને કાદો માન નાંય પુછે, “તું કેછ જાય રિયહો?”
આમી આંય દુનિયામાય નાંય રોઉં, બાકી મા શિષ્ય દુનિયામાય હેય, એને આંય તોપાય યેય રિયહો, ઓ પવિત્ર આબા, તો સામર્થ્યા નાવાકોય ચ્યાહાન હાચવી રાખ, યાહાટી કા ચ્યે આપહે રોકે યોક રોય.
ઈસુલ હોરગામાય ચ્ચા સમયે લોગુ રોઅના જરુરી હેય, જોવે પોરમેહેર ચ્યે વસ્તુલ નોવી બોનાવી દી જ્યો ચ્યે બોનાવલ્યો હેય, બોજ સમાયા પેલ્લા પોરમેહેરાય લોકહાન ઈ આખાહાટી પવિત્ર ભવિષ્યવક્તાહાકોય એહેકેન કોઅના વાયદો કોઅયો.
ચ્યાહાય આમહાન કેવળ ઓલહીજ વિનાંતી કોઅયી કા આમા યેરૂસાલેમ શેહેરામાઅને ગરીબ વિસ્વાસી લોકહાન મોદાત કોઅજે, એને એહેકેન કોઅના મા બી બોજ ઇચ્છા આતી.
જ્યા કાદાવોય દુનિયા માલ-મિલકાત હેય, એને તો આપહે પોતે બાહા ગોરાજ એઇન ચ્ચાવોય દોયા નાંય કોએ, તે ચ્ચામાય પોરમેહેરા પ્રેમ કેહેકેન બોની હોકહે?