1 “પાછે ઈસુય ચ્યાજ શિષ્યહાન આખ્યાં, જોવે આંય, માઅહા પોહો પાછો યીહીં, તોવે હોરગા રાજ્ય ચ્યે દોહો કુંવારીયેહે પરમાણે ઓઅરી; જ્યો પોતાના દિવા લેઈને વોવડાલ મિળાં નિંગ્યહો.
ઈસુવાય ચ્યાહાન બિજો દાખલો દેનો કા, “હોરગા રાજ્ય ચ્યા બિયારો પોઅનારા ખેડુતા હારકા હેય જ્યાંય ચ્યા પોતાના રાનામાય હારો બિયારો ટાક્યો.
આજુ યોક દાખલો આખ્યો, “હોરગા રાજ્ય યોક રાયે દાણા હારકા હેય, રાયે દાણો લેઈને કાદે પોતાના રાનામાય પોઅયા.
રાન દુનિયા લોક હેય, હારો બિયારો પોરમેહેરા રાજ્યા લોક હેય. ટોળ્યા એટલે ચ્ચા સૈતાના લોક હેય.
પાછી હોરગા રાજ્ય માછે દોઅના જાળે હારકા હેય, જીં દોરિયામાય ટાકી, એને જાળ્યેમાય બોદી જાત્યે માછલે યેય ગીયે.
“હોરગા રાજ્ય યા દાખલા હારકા હેય, યોક દારાખાહા વાડયે માલિક હાકાળેહે નિંગ્યો, કા પોતાની દારાખાહા વાડયેમાય કામાવાળા માઅહાલ કામે લાવે.
“હોરગા રાજ્ય યા દાખલા હારખા હેય, યોક રાજા આતો, ચ્યા પોહા વોરાડ કોઅયા,
તોવે બોદ્યો કુંવારીયો ઉઠીન ચ્યેહે દિવા હારાં કોઅરા લાગ્યો.
“પાપ કોઅના છોડી દા, કાહાકા હોરગા રાજ્ય પાહી યેય ગીયહા.”
ચ્યાજ પરમાણે તુમહે ઉજવાડો માઅહા હોમ્મે ચોમકે કા ચ્યે તુમહે હારેં કામે એઇન તુમહે પોરમેહેર આબહો, જો હોરગામાય હેય, ચ્યા સ્તુતિ કોઅય.”
ઈસુવે ચ્યાહાન આખ્યાં, મા શિષ્ય એને આંય, વોવડા એને ચ્યા દોસ્તારા રોકા હેતા, “જાવ લોગુ વોવડો ચ્યાહા હાતે રોય, તાંવ લોગુ ઉપહા કોઅઇ હોકતાહા? બાકી ચ્યાહા પાયને વોવડો લેવાય જાય, ઓહડા દિહી યી તોદિહી ચ્યા ઉપહા કોઅરી.”
તોવે યહૂદા સિપાડાહા ટોળી એને મુખ્ય યાજક એને પોરૂષીયાહા પાઅને સિપાડાહાન લેયને, દિવા, ચુડા એને આથીયાર લેઈને, તાં યેનો.
વોવડો વોવડી આરે વોરાડ કોઅઇ લેહે, બાકી વોવડા આર્યો જો ચ્યાપાય ઉબો રોઇન ચ્યા આવાજ વોનાઈન આનંદ કોઅહે, તેહેકેન મા લીદે બી આનંદાકોય બોઆય ગીયા.
જ્યેં માળાંડયેવોય આમા બેગા જાઅલા આતા, ચ્યામાય બોજ દિવા હોલગી રીઅલા આતા.
આંય તુમહે વાહવા કોઅતાહાંવ, કાહાકા તુમા માન દર સમયે યાદ કોઅતેહે, એને જીં શિક્ષણ માયે તુમહાન દેના ચ્યા હારેકોય પાલન કોઅતેહે.
કાહાકા જેહેકેન પોરમેહેર કોઅહે આંય તુમહાન પ્રેમ કોઅતાહાંવ એને આંય તુમહે કાળજી કોઅતાહાંવ, યાહાટી માયે તુમહે યોકમાત્ર વોવડો ખ્રિસ્તાઆરે તુમહે હોગાઇ નોક્કી કોઅયીહી, જ્યેલ આંય તુમહાન પવિત્ર કુવાર્યે હારકા ચ્યા હામ્મે હોઅપી દાવ.
આમી માંહાટી પ્રભુય હોરગામાય ન્યાયપણાનો મુગુટ રાખી થોવલાં હેય, જો હાચ્ચો ન્યાય કોઅનારો પ્રભુ માન ચ્યે દિહી દેઅરી, એને કેવળ માનુંજ નાંય બાકી જ્યેં ચ્યા યેઅના વાટ જોવી રીઅલે હેય, ચ્યાહાનબી મુગુટ દેઅરી.
એને આપહે મહાન પોરમેહેર એને તારણારો ખ્રિસ્ત ઈસુ મહિમા પ્રગટ ઓઅના ખુશી આશા વાટ જોવજેહે.
યા ચ્યા લોક હેય જ્યાહાય કોયદિહી વ્યબિચાર નાંય કોઅલા આતા બાકી કુવારા હેય, કેવળ પોરમેહેરા એને ગેટા એટલે ખ્રિસ્ત ઈસુજ આરાધના કોઅલી આતી, ચ્યાલ છોડીન બિજા કાદા આરાધના નાંય કોઅયેલ. ઈ તે પોરમેહેરા એને ગેટા નિમિત્ત પેલ્લા ફળ ઓઅરાહાટી માઅહા માઅને વેચાતાં લેદલા ગીયહા.
યા, “આપા આનંદિત એને મગન ઓઅજે, એને ચ્યા સ્તુતિ કોઅજે, કાહાકા જીં ગેટા એટલે ઈસુ ખ્રિસ્ત હેય ચ્યા વોરાડ ઓઅનારા હેય, એને ચ્યા વોવડી ટોળો, તી વોવડી ફાડકે પોવીન તિયાર ઓઅય ગીઅલી હેય.
માયે પવિત્ર શેહેરાલ બી દેખ્યા, જીં નોવા યેરૂસાલેમ હેય, તી હોરગામાઅને પોરમેહેરાપાઅને નિચે યેય રીઅલા આતા, ચ્યા શેહેરાલ યોક વોવડી હારકા તિયાર કોઅલા આતા, જ્યેલ ડોગલેં પોવાડલે ગીયે, એને સોબા કોઅલી ગીયી, એને જીં વોવડાઆરે વોરાડ કોઅરાહાટી તિયાર હેય.
એને પાછી ચ્યા હાત હોરગા દૂતહાપાય જ્યો હાત આબદાહાકોય બોઆલે હાત વાટકે બોઅલે આતેં, ચ્યાહામાઅને યોક હોરગા દૂતાય માપાય યેયન મા આરે વાત કોઅયી, ચ્યે આખ્યાં, “ઈહીં યે આંય તુલ વોવડી દેખાડુહું જ્યેં માહારુજ ગેટા આરે વોરાડ ઓઅય જાય.”
એને ચ્યે રાજગાદ્યે પાઅને વિજાળના એને ગાજના આવાજ નિંગ્યાજ કોએ, એને રાજગાદ્યે હુમ્મે હાત દિવા બોળી રીઅલા આતા, ચ્યા પોરમેહેરા હાત આત્મા હેય.
પાછો ત્રીજા હોરગા દૂતાય તુતારી વાજાડી, એને યોક મોઠો તારો દિવા હારકો બોળતો આતો તો હોરગામાઅને ટુટ્યોં, એને નોયહે યોક તિહાઇ ભાગામાય એને જીવન દેનારા પાઅયાવોય પોડયો.