9 યાહાટી આમી તુમા બારે બોદે જાગે જાયા, એને જોલાબી લોક તુમહાન મીળે, ચ્યા બોદહાન વરાડામાય ખાં હાદી લીયા.’
ચ્યાય ચ્યાહાન આખ્યાં” તુમાબી દારાખાહા વાડયેમાય જાં, એને કામ કોઆ.
ચાકાર બારે ગીયા, એને બોદહાન ટોળો કોઅયા, હારાં માઠાં જીં મિળ્યાં તીં, એને વોરાડયો માંડવો વોરાડયાહા કોય બાઆઈ ગીયો.”
પાછે ચાકારાહાન આખ્યાં, ‘વોરાડા જેવાણ તે તિયારીજ હેય બાકી હાદલા લોક લાયકે નાંય બોન્યા.
એને યેરૂસાલેમ શેહેરાહીને લેયને તે બિજ્યે બોદયે જાત્યે લોકહાન પાપ છોડના એને પાપહા માફી ખોબાર, ચ્યાજ નાંવા માય કોઅયી.
કાહાકા પોરમેહેરે આમહાન ઓહડી આગના દેનલી હેય, માયે તુલ ગેર યહૂદી લોકહાહાટી ઉજવાડા હારકો ઠોરાવલો હેય, તુલ દુનિયા બોદે જાગે લોકહાન તારણ કોઅનારા બારામાય આખના હેય.”
માયેવોય જ્યા બોદા પોરમેહેરા લોકહા કોઅતો હાનામાય હાનો હેય, માન ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તામાય મિળનારી બોરકાત બારામાય હારી ખોબાર આખના સદા મોયા મીળહી. ઈ બોરકાત જી આમહાન ખ્રિસ્તામાય મિળહે, તી માઅહા હોમાજનાથી બારે હેય.
પવિત્ર આત્મા એને ગેટા વોવડી યે બેની ઈસુલ આખતેહે, “યે!” એને વોનાનારાબી આખે “યે!” જો પિહો હેય તો યેય, એને જીં ચ્યાલ જોજહે તીં જીવના પાઆઈ મોફાત લેય.