5 બાકી ચ્યાહાય નોજાર અંદાજ કોઅયી બાકી ચ્યા પોત-પોતેહે કામે નિંગી ગીયા, કોલાહાક જાંઆ રાન ગીયા એને કોલાહાક જાંઆ વેપાર કોઅરા ગીયા.
બિજા લોક કાટાહા જેખરાહા હારકા હેય, ચ્યાહાય તે વચન વોનાય લેદા, એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેના, એને ચ્યે નોકામ્યા જીવન જીવતેહે.
આજુ યોકદા ચ્યે બિજા ચાકારાહાન દોવાડયા, એને ચ્યાહાન આખ્યાં, ‘જ્યાહાન હાદહ્યા ચ્યાહાન આખા કા એએયા, માયે જેવાણ તિયારી કોઅયા, એને મા બોયલ એને પાળલે વાછડેં ખાંહાટી માઅલે હેતેં, એને બોદા તિયારીજ હેય, વોરાડા જેવણામાય યા.’
એને બીજહાંય ચ્યા ચાકારાહાન દોઓઈન નકાર કોઅયા એને માઆઇ ટાક્યા.
એને કબુતર વેચનારાહાલ ચ્યે આખ્યાં, “યાહાન બાઆ લેય જાયા, એને મા આબહા દેવાળાલ આટ બાઆના ગુઉ મા બોનાવાહા.”
બાકી બીજહાંય ચ્યાહા મશ્કરી કોઇન આખ્યાં, “ચ્યા તે દારવા પીયને સાકી ગીઅલા હેતા.”
જોવે પાઉલે જીં પોરમેહેરા હામ્મે હાચ્ચાં હેય, તી કોઅરા એને પોતાની લોબ લાલચવોય તાબામાંય રાખના એને પોરમેહેરાથી યેનારા ન્યાયા બારામાય આખા શુરવાત કોઅયા, ફેલિક્સાય બિઅતો-બિઅતો જોવાબ દેનો, “યે સમયે તું જો, જોવે માયેપાંય સમય રોય, આંય પોતે તુલ હાદી લિહીં.”
કાય તું પોરમેહેરા સદા મોયા, એને ચ્યા સહનશીલતા, એને ધીરજેલ નોકામ્યા જાંઅતોહો? કાય તું નાંય હોમજે કા પોરમેહેરા ભલાઈ તુલ પાપ કોઅના બંદ કોઅના હિકાડેહે?
પાપી સ્વભાવાનુસાર જીવન જીવના પરિણામ મોરણ હેય, બાકી પવિત્ર આત્માકોય જીવન જીવના લીદે અનંતજીવન એને શાંતી મિળહે.
બેયમાની કોઅનારા, હઠ કોઅનારા, ઘમંડી, એને પોરમેહેરાવોય પ્રેમ નાંય કોઅનારા બાકી મોજશોક કોઅનારા.
તે આપા ઓહડા ઉત્તમ તારણથી બેદરકાર રોયન કેહેકેન બોચી હોકજે? જ્યા ચર્ચા પેલ્લા પ્રભુ ઈસુથી કોઅલી ગીયેલ, એને જ્યા શિષ્ય પેલ્લા ચ્યા પાયને વોનાલા આતા, ચ્યાહાય આપહે હામ્મે ઈ સિદ્ધ કોઅયા કા ઓજ હાચ્ચો હેય.
યા જુઠા માસ્તાર લોબ્યા ઓઅરી, એને ચ્યા બોનલી-બોનાડલા દાખલા વોનાડીન તુમહાન દોગો દેઅરી, એટલે તુમહેથી પોયહા કામાવી હોકે. પોરમેહેરે બોજ સમયા પેલ્લા નોક્કી કોઅય લેદલા આતાં, કા તો ચ્યા લોકહાન સજા દેઅરી એને તો એહેકેન કોઅરાહાટી તિયાર હેય, તો નોક્કીજ ચ્યાહા નાશ કોઅય દેઅરી.