31 એને મોઅલા માઅને પાછા જીવી ઉઠી ચ્યા બારામાય તુમાહાય નાંય વાચ્યાહાં કા તુમહાન પોરમેહેર આખહે.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “કાય તુમાહાય નાંય વાચ્યાહાં, કા દાઉદ રાજાય, જોવે ચ્યા હાંગાત્યાહાન બુખ લાગી તોવે કાય કોઅયેલ?
તુમા નાંય જાંએ કા પવિત્રશાસ્ત્રમાય યા શબ્દાહા કાય મોતલાબ હેય, જો તુમા જાઅતા તે મા નિર્દોષ શિષ્યહા નિંદા નાંય કોઅતા. મા હાટી બેટ ચોડાવના કોઅતા, મા ઇચ્છા હેય કા તુમા બીજહાવોય દયા કોઆ.
એને ચ્યાહાય ચ્યાલ પુછ્યાં, “યેં કાય આખતેહે તીં તું વોનાય રિયહો કા?” ઈસુવે જાવાબ દેનો, “હાં, એને કાય તુમાહાય પવિત્રશાસ્ત્રામાય ઈ કોદહી નાંય વાચ્યાહાં: કા પોહાહા એને દુદ પિતા પાહાહા મુયેથી, તુયે મહિમા કોઆડી?”
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય તીં તુમાહાય કાદે દિહે નાંય વાચ્યાહાં: ‘જ્યા દોગાડાલ કોડયાહાય નોકામ્યો હોમજ્યેલ, તોજ ખૂણા પાયા મુખ્ય દોગાડ બોની ગીયો, એલા પ્રભુ એસને ઓઅયા, એને આમે નોજાર માય તીં અદભુત હેય?’”
કાહાકા જોવે મોઅલા માઅને પાછા જીવી ઉઠી, તોવે તે નાંય માટડા એને નાંય થેઅયો વોરાડ કોઅરી, બાકી હોરગામાય રોનારા પોરમેહેરા દૂતહા રોકે રોય.
‘આંય આબ્રાહામા પોરમેહેર, એને ઈસાકા પોરમેહેર, એને યાકૂબા પોરમેહેર હેતાઉ?’ તો મોઅલાહા પોરમેહેર નાંય, બાકી જીવતાહા પોરમેહેર હેય.”
યાહાટી તુમા જાયને યા મોતલાબ હિકી લા, માન તુમહે બલિદાન નાંય જોજે, બાકી માન દયા ગોમહે, કાહાકા આંય ન્યાયી લોકહાન નાંય, બાકી પાપ્યાહાન બોચાવાં યેનોહો.”