12 તોવે રાજાય ચ્યાલ પુછ્યાં, ‘ઓ મા દોસ્તાર, વોરાડા ડોગલેં પોવ્યા વોગાર તું ઈહીં કાહા યેનો?’ બાકી તી માઅહું ઠાવકાજ રિયા.
વાડયે માલિકાય ચ્યાહામાઅને યોકાલ જાવાબ દેનો, ‘ઓ હાંગાત્યા, તોઆરે આંય અન્યાય નાંય કોઅઇ રીયોહો, કાય પુરાં દિહા કામ કોઅરાહાટી તુયેજ યોક દીનાર બોલી નાંય કોઅયેલ?
ઈસુવે ચ્યાલ આખ્યાં, “ઓ હાંગાત્યા, જીં કામ કોઅરાહાટી તું ઈહીં યેનો, તી કોઅઇ લે” તોવે ચ્યા લોકહાય ઈસુવાપાય યેયન ચ્યાલ દોઅય લેદો.
કાહાકા આંય તુમહાન આખતાહાવ કા, જોવે તુમા મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોકહા ન્યાયપણા જીવન કોઅતા, તુમહે વોદારી ન્યાયપણા જીવન નાંય ઓઅરી, તે તુમા હોરગા રાજ્યામાય કોવેજ નાંય જાય હોકાહા.”
આમા જાંઅતાહા, કા મૂસા નિયમ જીં કાય આખહે તી ચ્યાહાનુજ આખહે જ્યેં મૂસા નિયમા આધીનમાય હેય, જેથી કાદાજ માઅહું બાહાનો નાંય કોઅય હોકે, એને દુનિયા બોદા લોક પોરમેહેરા હામ્મે દોષી ઠોરે.
યાહાટી જાવ લોગુ પ્રભુ પાછો નાંય યેય, તાંવ લોગુ કાદાં પારાખ નાંય કોઅના, તોજ સાફ રીતીકોય ચ્યા બોદા લોકહા મોનામાઅને વિચારાહાલ પારખી જ્યાહા બારામાય બિજો કાદો ચ્યાહાન નાંય જાંએ, તોવે પોરમેહેરાપાઅને દરેકા વાહવા ઓઅરી.
ઈ હોમજીન કા તો પાપી હેય, એને ચ્યા ખારાબ કામ ચ્યાલ દોષી ઠોરવેહે.