27 એને જો કાદો તુમહામાય મુખ્ય ઓરા માગે, તો તુમહે દાસ બોને.
જો કાદો પોતાલ પાહાહા હારકો નમ્ર કોઅરી, તોજ હોરગા રાજ્યમાય મોઠો ઓઅરી.
બાકી તુમહામાય ઓહડા નાંય ઓરી, બાકી તુમહેમાય જો કાદો મોઠો બોના માગહે, તો તુમહે ચાકાર બોને,
જેહેકોય કા આંય, માઅહા પોહો, બીજહા સેવા કોઅરાહાટી યા દુનિયામાય યેનો, યાહાટી નાંય યેનો કા બીજે મા સેવા કોએ, આંય ઘોણા લોકહાન ચ્યાહા પાપાહામાને છોડાવાહાટી પોતાનો જીવ દાં યેનો.”
બાકી તુમહાય ઓહડા નાંય ઓઅના, બાકી તુમહેમાય જો કાદો મોઠા હેય, તો પોતે વાહનો બોને એને જો ઓદિકારી ઓરી તો સેવા કોઅનારો સેવકા હારકો બોના.
આંય બોદા ગાવહાં એને શેહેરામાઅને બોદી જાતી અભણ અથવા બણલા લોકહાન હારી ખોબાર આખાહાટી કર્જદાર હેતાંવ.
આંય તે પોતે-પોતાલ કોઅયેહેબી વાતમાય મોઠામાય મોઠા પ્રેષિતાહા કોઅતો વોછો નાંય માનુ.
આંય બોજ આનંદથી તુમહેહાટી પોતાના બોદાંજ કાય તુમહાન દેય દિહી ઓલે લોગુ કા પોતેજ પોતાનો જીવ દાંહાટી તિયાર હેતાંવ, આંય તુમહાન બોજ પ્રેમ કોઅતાહાંવ, બાકી માન ઓહડા લાગહે કા તુમા માન ઓછો પ્રેમ કોઅતાહા.
કાહાકા આમા પોતાના નાંય, બાકી ખ્રિસ્ત ઈસુ પ્રચાર કોઅજેહે, કા ઈસુ ખ્રિસ્ત પ્રભુ હેય, એને આમા ઈસુ લીદે તુમહે ચાકાર હેજે.