26 બાકી તુમહામાય ઓહડા નાંય ઓરી, બાકી તુમહેમાય જો કાદો મોઠો બોના માગહે, તો તુમહે ચાકાર બોને,
એને જો કાદો તુમહામાય મુખ્ય ઓરા માગે, તો તુમહે દાસ બોને.
“તોવે ચ્યા જાવાબ દેઅરી, ‘ઓ પ્રભુ આમાહાય તુલ કોવે બુખો, એને તરસ્યો, કા પારકો, કા ઉગાડો, કા બિમાર, કા જેલેમાય દેખ્યો, એને તો સેવા નાંય કોઅયી?’
બોજ થેએયો, જ્યો ઈસુવા ચાકરી કોઅરાહાટી ગાલીલ ભાગામાઅને ચ્યા પાહલા ચાલત્યો યેનલ્યો, ચ્યો દુઉ રોયન ઈ એઅયા કોએત.
બાકી તુમહામાય ઓહડા નાંય હેય, બાકી તુમહેમાય જો કાદો મોઠો બોના માગહે, તો તુમહે ચાકાર બોને.
આંય એહેકેન યાહાટી આખહુ કા આંય, માઅહા પોહો, બીજહા સેવા કોઅરાહાટી યા દુનિયામાય યેનો, આંય યાહાટી નાંય યેનો કા બીજે મા સેવા કોએ, આંય બોજ લોકહાન ચ્યાહા પાપાહામાઅને છોડાવાહાટી પોતાનો જીવ દાં યેનો.”
તોવે ઈસુ બોહી ગીયો, એને ચ્યા બારા શિષ્યહાન પાહાય હાદ્યા, એને એહેકેન આખ્યાં કા, “જો કાદો મોઠો બોના માગહે, તો પોતે બોદહાથી વાહનો બોને એને સેવા કોઅનારો ચાકાર બોના જોજે.”
આંય તુમહાન આખતાહાવ, તો પેલ્લો નાંય, બાકી જકાતદાર હેય પોરમેહેરા હામ્મે ન્યાયી બોનીન એલા ગોઓ ગીયો; કાહાકા જો માઅહું મોઠા બોના માગે, તો વાહનો બોની એને જીં માઅહું પોતાલ વાયહાના ગોણે, તો મોઠો બોની.”
બાકી તુમહાય ઓહડા નાંય ઓઅના, બાકી તુમહેમાય જો કાદો મોઠા હેય, તો પોતે વાહનો બોને એને જો ઓદિકારી ઓરી તો સેવા કોઅનારો સેવકા હારકો બોના.
ઈસુવે જાવાબ દેનો, “મા રાજ્ય યાં દુનિયા નાંય હેય, જોવે મા રાજ્ય યા દુનિયા રોતાં, તોવે મા શિષ્ય લોડતા, કા આંય યહૂદી આગેવાનહાકોય દોઆય નાંય જાતો, બાકી આમી મા રાજ્ય ઇહિને નાંય હેય.”
સલમીસ પોઅચીન પોરમેહેરા વચન યહૂદીયાહા સોબાયે ઠિકાણામાય આખ્યાં, એને યોહાન, જ્યાલ માર્ક આખતેહે તો ચ્યાહા મોદાત કોઅરાહાટી ચ્યાહાઆરે આતો.
યા મતલબ ઈ નાંય કા આમા તુમહે બોરહાવોય આમહે ઓદિકાર ચાલાડજે કાહાકા તુમા પોતાના બોરહામાય મજબુત ઉબલા હેતા. યાહાટી આમા તે તુમહેજ આનંદાહાટી તુમહેઆરે કામ કોઅનારા હેજે.
આંય પ્રાર્થના કોઅતાહાંવ કા, પ્રભુ ઈસુ ન્યાય કોઅના દિહી પ્રભુ ઓનેસિફરુસાવોય દયા કોઅય, એને તુમહાન ખોબાર હેય, કા ચ્યાય એફેસુસ શેહેરામાય મા કોલહી મોદાત કોઅલી હેય.
આંય ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે લીદે કૈદમાય હેતાંવ તોવે, મા મોદાત કોઅરાહાટી તો જાગાવોય ચ્યાલ આંય મા આરે આનંદથી રાખી હોકતો.
તે હોરગા દૂત ઓઅના કાય ઉદેશ્ય હેય? હોરગા દૂત ચ્યા હેય જ્યા પોરમેહેરા સેવા કોઅતાહા, એને પોરમેહેર ચ્યાહાન ચ્યા લોકહા મોદાત કોરાહાટી દોવાડેહે, જ્યા તારણ મેળાવતાહા.
જો કાદાપાય પ્રચાર કોઅના વરદાન હેય, તે તો પોરમેહેરા સંદેશા પ્રચાર કોએ, જો કાદાપાય બિજા લોકહાન મોદાત કોઅના વરદાન હેય, તે તો ચ્યા સામર્થ્યા થી કોએ જીં પોરમેહેર દેહે, તે જીં કાયબી તુમા કોઅહા તી ઈસુ ખ્રિસ્તા કોઇન પોરમેહેરાલ મહિમા દેવાડી. બોદી મહિમા સામર્થ કાયામ-કાયામહાટી ચ્યા હેય. આમેન.
જ્યા લોક તુમહાન હોઅપલા ગીયહા, ચ્યા લોકહાવોય યોક ઓદિકાર્યા હારકો મા બોનહે, બાકી ચ્યાહાહાટી યોક હારો નમુનો બોન.
એને માયે ધ્યાન દેના કા તી થેએ પોરમેહેરા લોકહા એટલે જ્યાહાન લોકહાય માઆય ટાકલા આતા ચ્યાહા લોય પીન પિદલી ઓઅય ગીઅલી આતી, કાહાકા ચ્યા ઈસુવા પ્રતિ વિશ્વાસયોગ્ય આતેં, એને તી દેખીન માન નોવાય લાગી.