20 તોવે જબદયા પાહા આયહયે આરે જાયને ઈસુવાપાય યેયન પાગે પોડયેં, એને ઈસુલ રાવ્યાં કોઅરા લાગી.
એને બાર પ્રેષિતાહા નાંવે યેં હેતેં: પેલ્લો, સિમોન જ્યાલ પિત્તર આખવામાય યેહે એને ચ્યા બાહા આંદ્રિયાસ, જબદયા પોહો યાકૂબ, એને ચ્યા બાહા યોહાન.
જ્યા ઉડીમાય આતા, ચ્યાહાય યેયન ભક્તિ કોઇન આખ્યાં, “હાચ્ચોજ, તું પોરમેહેરા પોહો હેય.”
બાકી તી બાઈ યેની, ચ્યા પાગે પોડીન આખ્યાં ઓ પ્રભુ, માન મોદાત કોઓ.
ચ્યાહાય ચ્યા ગોઆમાય જાયન ચ્યા વાહના પોહાલ ચ્યા આયહે મરિયમે આરે દેખ્યાં, એને ઉંબડા પોડીન ચ્યા પોહા પાગે પોડ્યા, એને પોતે ઠેલ્યો ખોલીન ચ્યાલ હોના, એને લોબાન, એને બોળ બેટ દેના.
યા ટોળામાય મરિયાબી આતી જીં મગદલા નાંવા શેહેરામાઅને આતી, એને યાકૂબ એને યોસેસા આયહો મરિયમ એને જબદયા પાહાહા આયહો આતી.
ચ્યાહાય ચ્યા દર્શન કોઇન ચ્યાલ ભક્તિ કોઅયી, બાકી કાદા કાદાલ શંકા ઓઅયી કા તો હાચ્ચોજ જીવતો ઓઅઇ ગીયહો.
ઈસુ એને ચ્યા બેન શિષ્ય દોરિયા મેરે વાહાયોક આગલા ગીયા, ઈસુવે બિજા બેન બાહાહાલ એટલે ચ્યા તે જબદયા પોહા યાકૂબ એને યોહાનાલ ઉડીમાય બોહીન જાળ હાંદતા દેખ્યા, એને ચ્યાય ચ્યાહાલબી હાદ્યા.
એને એઅયા યોક કોઢી માઅહું ઈસુવાપાય યેયન માંડયે પોડ્યા, એને આખ્યાં કા, “ઓ પ્રભુ, આંય જાંઅતાહાંવ કા તું તો ઇચ્છાકોય તું માન ચોખ્ખો કોઅઇ હોકતોહો.”
કોલ્યોહોક બાયો દુઉ રોઇન એઅયા કોએત: યા ટોળામાય મરિયમબી આતી જીં મગદલા નાંવા શેહેરામાઅને આતી, સાલોમી, વાહાનો યાકૂબ એને યોસેસા આયહો મરિયાબી આતી.