13 વાડયે માલિકાય ચ્યાહામાઅને યોકાલ જાવાબ દેનો, ‘ઓ હાંગાત્યા, તોઆરે આંય અન્યાય નાંય કોઅઇ રીયોહો, કાય પુરાં દિહા કામ કોઅરાહાટી તુયેજ યોક દીનાર બોલી નાંય કોઅયેલ?
જીં તો કાંબારાં હેય, લેય લે એને જાતો રો, મા મોરજી હેય કા જોલાહાં તુલ દાંઉ તોલાહાંજ પાહાલાર્યાહાન બી દાવ.
ચ્યાય કામાવાળાહાન દિનેરોજ યોક દીનાર ઠોરવી, એને ચ્યાહાન દારાખા વાડયેમાય કામ કોઅરા દોવાડયા.
તોવે રાજાય ચ્યાલ પુછ્યાં, ‘ઓ મા દોસ્તાર, વોરાડા ડોગલેં પોવ્યા વોગાર તું ઈહીં કાહા યેનો?’ બાકી તી માઅહું ઠાવકાજ રિયા.
ઈસુવે ચ્યાલ આખ્યાં, “ઓ હાંગાત્યા, જીં કામ કોઅરાહાટી તું ઈહીં યેનો, તી કોઅઇ લે” તોવે ચ્યા લોકહાય ઈસુવાપાય યેયન ચ્યાલ દોઅય લેદો.
ઓ આર્યા, તું કું હેય, જો પોરમેહેરાલ સવાલ કોઅતોહો? કાય બોનાડલી વસ્તુ બોનાડનારાલ આખી હોકહે કા, “તુયે માન એહેકોય કાહા બોનાડી?”