23 એને તો નાસરેત ગાવામાય જાયને રિયો, કાહાકા તીં વચન પુરાં ઓઅઇ, જીં ભવિષ્યવક્તાહાથી ઈસુ બારામાય આખવામાય યેનલા “તો નાજરેત ગાવા આખાયી.”
ઈ બોદા યાહાટી ઓઅયા કા તીં પુરાં ઓએ જીં પોરમેહેરાય યશાયા ભવિષ્યવક્તા દ્વારા ઈસુ જન્મા બારામાય આખલા આતા, યશાયા ભવિષ્યવક્તાય એહેકેન લોખ્યાં,
લોકહાય જાવાબ દેનો કા, “એલો ગાલીલ ભાગામાઅને નાજરેત ગાવા ભવિષ્યવક્તા ઈસુ હેય.”
એને જોવે તો દોરવાજા એછે જાં લાગ્યો તોવે યોક બીજી દાસીય ચ્યાલ દેખ્યો એને તાં ઉબા રિઅલાહામાઅને આખ્યાં “એલો નાજરેત ગાવા ઈસુવાઆરે આતો.”
ચ્યે બોજ જોરથી બોંબલીન આખ્યાં, “ઓ નાજરેત ગાવા ઈસુ, તુલ આમેપાયને કાય જોજે? કાય તું આમહે નાશ કોઅરાહાટી યેનોહો? આંય તુલ વોળખુહુ, તું તે પોરમેહેરા પવિત્ર માઅહું હેતો.
ચ્યા દિહીહયામાય ઈસુ ગાલીલ ભાગા નાજરેત ગાવામાઅને યેઇન, યારદેન નોયેમાય યોહાનથી બાપતિસ્મા લેદા.
જોવે એલીસાબેત છ: મોયના મોયનાવાળી ઓઈ ગીયી, તોવે પોરમેહેરાય ગાબરીયેલ હોરગા દૂતાલ ગાલીલ ભાગા નાજરેત ગાવામાય,
લોકહાય ચ્યાલ આખ્યાં, ઈસુ જો નાજરેત ગાવા હેય, તો યે વાટે જાય રિઅલો હેય.
જોવે યોસેફ એને મરિયમ નિયમશાસ્ત્રા પરમાણે જીં કાય કોઅના આતા તી બોદા પુરાં કોઇન પાછે ચ્યા ગાલીલ ભાગામાય ચ્યાહા વોતની ગાંવ નાજરેત પાય વોળી ગીયે.
ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “નાજરેત ગાવામાઅને ઈસુલ” ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય હેતાઉ.” એને ચ્યાલ દોગો દેનારો યહૂદા ચ્યાહાઆરે ઉબો આતો.
તોવે ઈસુવે પાછા ઈ પુછ્યાં, “તુમા કાલ હોદી રીઅલા હેય?” ચ્યાહાય આખ્યાં, “નાજરેત ગાવામાઅને ઈસુલ.”
એને પિલાત રાજાય ઈસુ ટોલપી ઉચે હુળીખાંબાવોય યોક દોષા પત્ર લાવી દેની, ચ્યામાય એહેકોય લોખલાં આતા, “નાજરેત ગાવામાઅને ઈસુ યહૂદીયાહા રાજા.”
“ઓ ઈસરાયેલ લોકહાય, યો વાતો વોનાયા, નાજરેત ગાવામાઅને ઈસુ યોક ઓહડો માઅહું આતો, ચ્યા ચમત્કારા કામ એને નોવાયે કામ એને ચિન્હા કોય ચ્યાલ પોરમેહેરાય તુમહે હોમ્મે સાબિત કોઅલો આતો, તુમા પોતે ઈ જાંઅતાહા કા ઈ હાચ્ચાં હેય.”
કાહાકા આમહાય યા માઅહાલ પિડાકારક એને દુનિયા બોદા યહૂદીયાહામાય દામાલ કોઆડનારો, એને ઓ યોક સમાજા આગેવાન બી હેય જ્યાલ નાજરેતનો આખલો જાહાય.