7 ચ્યાહાય ઈસુલ આખ્યાં, “મૂસા નિયમશાસ્ત્રામાય કાહા એહેકેન ઠોરવ્યાહાં, કા લેખપાત્રી કોઇન ચ્યેલ છોડી દેયના?”
યોસેફ જો મરિયમે આરે માગણી ઓઅલી આતી, તો યોક ન્યાયી માઅહું આતો એને ચ્યેલ બોદહા હોમ્મે અપમાન કોઅરા નાંય માગતો આતો, યાહાટી ઠાવકાજ ચ્યાય ચ્યે આરે ઓઅલી માગણી તોડી દેઅના વિચાર કોઅયા (કાહાકા ચ્યે વોરાડા પેલ્લા મોયના રીયલા આતા જીં નિયમા વિરુદ આતા).
એને ચ્યે બેની જાંએ યોકા શરીરા બોની, યાહાટી કા ચ્યે આમીને બેન માઅહા રોકે નાંય, બાકી ચ્યે યોકાજ માઅહા હારકે હેય. યાહાટી કા જ્યાલ પોરમેહેરાય યોકઠા જોડલા હેય, ચ્યાલ કાદાબી માઅહું આલાગ નાંય કોઆ જોજે”.
ઈસુય ચ્યાહાન આખ્યાં, “તુમા જિદ્દી આતા, ચ્યાહાટી મૂસાય તુમહાન થેએયેલ છોડી દેયના પોરવાનગી દેની, બાકી પેલ્લા એહેકેન નાંય આતા.
“ઇબી આખવામાય યેનેલ કા જો કાદો પોતે થેઅયેલ ફારગાતી દાં માગહે ચ્યેલ ફારગાતી દેય.
ચ્યાહાય આખ્યાં, “મૂસાય તે યોકા માટડાલ ચ્યા થેઅયેલ ફારગાત્યે લેખપાત્રી લોખીન થેઅયેલ છોડી દેયના પરવાનગી દેનલી હેય”.