10 તોવે ચ્યા શિષ્યહાય ચ્યાલ આખ્યાં, “જોવે માટડા થેએયે આરે ઓહડો સબંધ હેય, તોવે વોરાડ કોઅના હારાં નાંય.”
યેયન ચ્યે ચ્યાહાન આખ્યાં, “ઈ વાત બોદે નાંય માની હોકે, માત્ર ચ્યાજ એહેકેન કોય હોકતાહા જ્યાહાન પોરમેહેરાય ચ્યા રીતે જીવાહાટી તાકાત દેનહી.
બાકી આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા જો કાદો પોતા થેઅયેલ વ્યબિચાર સિવાય કોઅઇ બિજા કારણથી ફારગાતી દેય, એને જો યાકોય છોડી દેનલ્યે આરે વોરાડ કોએ, તે તો વ્યબિચાર કોઅહે.”
બાકી આમી વોરાડ નાંય કોઅલાહાન એને વિધવાહાન મા સલાહ હેય, મા હારકા વોરાડ કોઅયા વોગર રોઅના બોજ હારાં હેય.
ઓહડા લોક વોરાડ કોઅરા એને કોલહાક ખાઅના વસ્તુહુલ ખાં રોકતાહા, બાકી પોરમેહેરાય ઈ બોદા યાહાટી બોનાડ્યા બોરહો કોઅનારા એને હાચ્ચાઇ જાઅનારાં ચ્ચાલ ધન્યવાદા કોઇન ખાય.