27 તોવે ચ્યા ચાકારાવોય રાજાલ દયા યેની, તોવે ચ્યા બોદાંજ કોરજાં માફ કોઅયા એને ચ્યાલ જાં દેનો.
“બાકી જોવે તો ચાકાર બાઆ ગીયો, તોવે ચ્યા હાંગાત્યા ચાકાર માઅને યોક બિજો ચાકાર મિળ્યો તો ચ્યા (૧૦૦ દીનાર) હોવ દિહાહા મોજર્યે પોયહા કોર્જદાર આતો, તોવે ચ્યે ચ્યાલ ગોગ્યેમાય દોઇન આખ્યાં, ‘જીં કાય તોપાય કોરજાં હેય ચ્યાલ તું ચુકાડી દે.’”
તોવે ચ્યા રાજાય ચ્યાલ હાદિન આખ્યાં, ઓ લુચ્યા ચાકાર, તુયે જીં માન રાવ્યાં કોઅયેલ, તોવે માયે તો બોદા કોરજાં માફ કોઅઇ દેનેલ.
જોવે ચ્યાહાવોય કર્જા ચૂકવા હાટી નાંય રોયા, યાહાટી દોણ્યાય ચ્યાહા બેનહયા કર્જા માફ કોઇ દેના, તોવે ચ્યા બેન જાઅહામાઅને કું ચ્યાવોય વોદારે પ્રેમ રાખરી?”
સિમોનાય જાવાબ દેનો, “મા રીતે, જ્યા વોદારે કર્જા માફ કોઅયા.” તોજ, ઈસુવે ચ્ચાહાન આખ્યાં, “તુયે હાચ્ચો જાવાબ દેનો.”