25 બાકી જોવે ચ્યાપાય કોરજાં ચુકાડાં કાયજ નાંય આતા, તોવે રાજાય આખ્યાં, કા યાલ, યા થેએયેલ એને યા પાહાહાન, એને યા બોદી માલ-મિલકાત વેચિન કોરજાં વોસુલ કોઅરા કોઅયો.”
એને જોવે ઇસાબ કોઅતો લાગ્યો તોવે યોકા જાંઆલ લેય યેનલા, ચ્યા દસ ઓજાર તાલાંત એટલે યોક તાલાંત પંદર વોરહા મોજર્યે કોરજામાય આતો.
જોવે ચ્યાહાવોય કર્જા ચૂકવા હાટી નાંય રોયા, યાહાટી દોણ્યાય ચ્યાહા બેનહયા કર્જા માફ કોઇ દેના, તોવે ચ્યા બેન જાઅહામાઅને કું ચ્યાવોય વોદારે પ્રેમ રાખરી?”