13 “જોવે એહેકેન ઓએ કા તો ચ્યા ગેટાલ મેળવે, તે આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, કા તો નોવાણુ ગેટહા કોય ઓલો ખુશ નાંય ઓઅરી, જોલી ખુશી ચ્યા યોકા ગેટાહાટી ઓઅરી.
તુમહાન કાય લાગહે? યોકતા પાય હોવ ગેટેં રોય, એને ચ્યાહામાઅને યોક ટાકાઇ જાય, તોવે નોવાણુ ગેટેં છોડીન, ડોગાવોય ટાકાલા ગેટાલ નાંય હોદા જાય કા?
યાહાટી તુમહે હોરગ્યા આબહા એહેકેન મોરજી નાંય હેય, કા યા વાહાનાહા માઅને યોકબી નાશ ઓઅઇ જાય.”
જોવે લોક ખારાબ કોઅતાહા તે ચ્યાહા લીદે ખુશ નાંય ઓએ, બાકી જ્યા લોક ઈમાનદારીકોય કામ કોઅતેહે ચ્યાહાકોય ખુશ ઓઅહે.
કાહાકા જ્યાંય દયા નાંય કોઅયહી, ચ્ચા દયા વોગાર ન્યાય ઓઅરી, દયા ન્યાયાવોય જીત મેળવી.