5 શિષ્ય નોયે ચ્યેમેરે જાત્યે સમાયે બાખે લેઅના વિહરાય ગીયા.
એને લોકહાન છોડીન ઈસુ ઉડીમાય બોહી ગીયો એને માગાદા દેશા વિસ્તારામાય યેનો.
યે પિડયે ખારાબ એને વ્યબિચારી લોક ચમત્કાર હોદતાહા, બાકી યોના ભવિષ્યવક્તા ચિન્હ છોડીન બિજાં કાય ચિન્હ નાંય દેવાય” પાછે ઈસુ ચ્યાહાપાઅને જાતો રિયો.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “એઆ પોરૂષી લોકહા એને સાદૂકીયા ખમીરથી બોચાંહાટી હાચવીન રોજા.”