39 એને લોકહાન છોડીન ઈસુ ઉડીમાય બોહી ગીયો એને માગાદા દેશા વિસ્તારામાય યેનો.
એને તારાતુજ ચ્યે શિષ્યહાન ઉડીમાય બોહાડીન દોરિયા ચ્યેમેરે દોવાડયા, કા ચ્ચા ચ્ચાથી પેલ્લા ચ્ચે મેરે જાતા રોય, જાવ હુદુ કા તો લોકહાન દોવાડી દેય.
ખાનારે પોહેં એને બાયો નાંય ગોણતા, ચાર ઓજાર માટડા આતા.
માઅહા બોજ ગીરદ્યે લેદે, ઈસુવે ચ્યા શિષ્યહાન આખ્યાં, “માન બોહરાહાટી યોક વાહની ઉડી લીયા, એટલે માઅહે માન ડેકલી નાંય હોકે.”
એને તોવે ઈસુ તારાત શિષ્યહાઆરે ઉડીમાય બોહી ગીયો એને દાલમનૂતા વિસ્તારામાય યેનો.