22 એને એઆ, ચ્યા દેશા યોક કનાની બાય યેની એને બોંબલીન આખા લાગી, “ઓ પ્રભુ દાઉદ રાજા કુળા પોહા, માયે ઉપે દયા કોઓ, મા પોહયેલ બુત બોજ દુ:ખ દેહે.”
ઈ ઈસુ ખ્રિસ્તા આગલ્યા ડાયહા નાંવહા યાદી હેય જીં આબ્રાહામા એને દાઉદ રાજા પીડી હેય.
બાકી ઈસુ ઠાવકોજ રિયો એને કાયજ નાંય બોલ્યો, તોવે ચ્યા શિષ્યહાય ચ્યા પાહાય યેયન વિનાંતી કોઇન આખ્યાં, “એલ્યે થેએયેલ દોવાડી દે, આમે પાહલા બોંબાલતી યેહે.”
“ઓ પ્રભુ, મા પોહાવોય દયા કોઓ, કાહાકા ચ્યાલ મીર્ગ્યા ચોળી યેહે, તોવે તો બોજ દુઃખ વેઠેહે, બોજદા તો આગડામાય પોડહયો ને બોજદા તો પાઅયામાય પોડયોહો.
એને બોદા સિરીયા વિસ્તારામાય ચ્યા ખોબાર ફેલાય ગીયી, તોવે જ્યા બિમાર આતા, જ્યાહાલ જુદા-જુદા જાત્યા રોગ એને દુ:ખામાય પીડાલા આતા, એને જ્યાહાલ બુત લાગલા એને મિરગ્યે લોખવાવાળે આતેં, એને ચ્યા બોદહાન ચ્યાહાય ચ્યાપાય લેય યેને એને ચ્યાય ચ્યા બોદા દુખ્યાહાલ હારેં કોઅયે.
તાઅને ઈસુ આગલા ગીયો તોવે બેન આંદળા ચ્યા પાહાલાને બોંબાલતા લાગ્યા કા, “ઓ દાઉદ રાજા કુળા પોહા, આમહાવોય દયા કોઓ.”
ચ્યાહાય દુઉને મોઠેથી બોંબલીન આખ્યાં, “ઓ ઈસુ, ઓ ગુરુજી, આમહે ઉપે દયા કોઓ.”
બાકી જકાતદાર દુઉ ઉબો રિયો, હોરગા એછે નોજાર ઉચી કોઅના બી ચ્યા ઈંમાત નાંય ચાલી, તો દુઃખને હાતે છાતી કુટીન આખા લાગ્યો, ઓ પોરમેહેર, આંય પાપી હેતાંવ, માયેવોય દયા કોઇન માન માફ કોઓ.
જ્યા ચ્યાપાય વોનાયા એને દુઃખામાઅને હારેં ઓઅરાહાટી યેનલા, એને બુત લાગલે માઅહેબી હારેં ઓઅઇ જાતે આતેં.