26 બાકી જોવે શિષ્યહાય ઈસુલ દોરિયા ઉપે ચાલતા દેખીન, ચ્યા બોંબલી ઉઠયા કાહાકા ચ્યાહાય ચ્યાલ બુત જાંઆયો, એને ચ્યા ગાબરાય ગીયા.
એને જોવે ચ્યા મુરદાં નાંય દેખ્યાં, તોવે ઈ આખતી નિંગી કા આમહાય હોરગા દૂતહા દર્શન કોઅયા, જ્યાહાય આખ્યાં કા ઈસુ જીવતો હેય.
બાકી ચ્યા ગાબરાય ગીયા એને બિઇ ગીયા, એને હોમજ્યા કા આમા યોકતા આત્માલ એઇ રીયહા.
તોવે ચ્યાય પવિત્રશાસ્ત્ર હોમજાંહાટી ચ્યાહા મોદાત કોઅયી.
જોવે ચ્યો બિઇ ગીયો એને દોરત્યે એછે નિચે એઇન ડોંગ્યો પોડી રિયો તોવે ચ્યાહાય ચ્યેહેલ આખ્યાં, “તુમા જીવતાલ મોઅલા માય કાહા હોદત્યોહો?
ચ્યાહાય ચ્યેલ આખ્યાં, “તું ગાંડવાઈ ગીયહી” બાકી ચ્યેય ખાત્રીકોય આખ્યાં કા ઓ પિત્તર હેય, તોવે ચ્યાહાય આખ્યાં, “ચ્યા હોરગા દૂત ઓઅરી.”
જોવે માયે ચ્યાલ દેખ્યો, તે આંય તારાત ચ્યા પાગહાપાય મોઅલા માઅહા હારકો પોડી ગીયો, બાકી તારાત ચ્યે ચ્યા જમણો આથ માન લાવીન આખ્યાં, “બીયહે મા, આંય પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ જો સાદામાટે જીવતો હેતાંવ.”