16 બાકી ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ચ્યાહા જાઅના જરુર નાંય હેય, તુમાંજ ચ્યાહાન ખાઅના દિયા,”
એને જોવે દિહી બુડા લાગલો તોવે ચ્યા શિષ્યહાય ઈસુવાપાય યેઇન આખ્યાં “ઉજાડ જાગો હેય, એને દિહી બુડા વાય રિયહો. લોકહાન જાં દે કા ચોમખી ગાવહામાય એને ફોળ્યે-ફોળહયે માય જાયન ખાઅના વેચાતાં લેય યેય હોકે.”
બાકી ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “ઈહીં આમહાપાય પાંચુજ બાખ્યો એને બેન માછલે હેતેં.”
તોવે ચ્યે ચ્યાહાન જાવાબ દેનો કા, “જ્યા પાય બેન ડોગલેં હેતેં, તો જ્યા પાય કાય નાંય મીળે ચ્યાલ યોક ડોગલાં દેય, એને જ્યાપાંય ખાઅના હેય તોબી એહકોયજ કોએ.”
યહૂદાપાય પોયહા ઠેલી રોય ચ્યાહાટી કાદે-કાદે એહેકેન હોમજ્યા, કા ઈસુ ચ્યાલ આખહે, કા જીં કાય આપહાન સણાહાટી જોજહે તી વેચાતાં લેય, કા ઈ કા ગોરીબાહાન કાય દેય.