40 જેહેકોય ટોળ્યાલ વાડીન બેગો કોઇન આગડામાય હોલગાડી દેતહેં, તેહેકોય દુનિયા છેલ્લા દિહીહયામાય ઓઅરી.
જીં કાદાં માઅહા પોહા વિરુદમાય વાત આખી, ચ્યા ઓ પાપ માફ કોઅવામાય યી, બાકી જીં પવિત્ર આત્મા વિરુદમાય બોલી, ચ્યા પાપ નાંય તે યા લોકહામાય એને નાંય તે પરલોક માય માફ કોઅવામાય યી.
બિજા લોક કાટાહા જેખરાહા હારકા હેય, ચ્યાહાય તે વચન વોનાય લેદા, એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેના, એને ચ્યે નોકામ્યા જીવન જીવતેહે.
એને જ્યા દુશ્માનાય ટોળ્યા પોઅયા તો સૈતાન હેય, વાડણી ઈ દુનિયા છેવાટ હેય, એને વાડનારા હોરગા દૂત હેતા.
દુનિયા છેલ્લે એહેંજકોય બોની, હોરગા દૂત યેઇન હારાં માઅહાન પાપી લોકહામાઅને જુદા કોઅરી.
જોવે તો જૈતુના ડોગાવોય બોઠલો આતો, તોવે એકાંતમાય શિષ્યહાય યેયન પુછ્યાં, “આમહાન આખ કા યો વાતો કોવે ઓઅરી? તો યેયના એને દુનિયા છેવાટે કાય નિશાણી રોય?”
એને ચ્યાહાન બોદ્યો વાતો જ્યો માયે તુમાહાલ આગના દેનહી, ચ્યો માનના હીકાડા: એને યાદ રાખા, આંય દુનિયા છેલ્લે લોગુ તુમહેઆરે હેય.
ચ્ચાહા આરે જ્યો વાતો ઓઅયો, યો બોદ્યો વાતો યા દુનિયા છેલા સમય હુદુ રોનારા લોકહાન ચેતાવણી દાંહાટી પવિત્રશાસ્ત્રમાય લોખલાં ગીયા.
નાંય તે પાછા ચ્યાલ દુનિયા શુરવાતથી લેયને બોજ વોખાત દુ:ખ વેઠા પોડતા, બાકી ખ્રિસ્તાય સમયા આખરી સમાયમાય પોતાના બલિદાનથી પાપાલ મટાડી કેવળ યોકુજ વોખાત યેનો.