38 રાન દુનિયા લોક હેય, હારો બિયારો પોરમેહેરા રાજ્યા લોક હેય. ટોળ્યા એટલે ચ્ચા સૈતાના લોક હેય.
વાટેમાય પોડલો બિયારો ચ્યા હારખા હેતા, જીં માઅહું વચન વોનાયે બાકી તારાતુજ સૈતાન યેઇન ચ્યાહા મોનામાઅને વચન વિહરાવી દેહે.
એને પોરમેહેરા રાજ્યા ઈ હારી ખોબાર બોદા દુનિયામાય પોઅચાડવામાય યી, કા બોદી જાત્યે લોકહાન પોરમેહેરાવોય બોરહો કોઆ મોકો મીળે, તોવે દુનિયા છેવાટ ઓઅરી.”
બાકી તુમહે વાત હાં તે હાં નાંય તે નાંય રા જોજે; કાહાકા જીં કાય ચ્યાથી વોદારે ઓઅરી તીં જુઠા કામહાથી એટલે સૈતાનથી ઓઅહે.
બાકી રાજ્યા પાહાહાન એટલે યહૂદી લોકહાન બાઆ આંદારામાય ટાકલા જાય. તાં રોડના એને દાત કોકડાવના હેય.
એને યેરૂસાલેમ શેહેરાહીને લેયને તે બિજ્યે બોદયે જાત્યે લોકહાન પાપ છોડના એને પાપહા માફી ખોબાર, ચ્યાજ નાંવા માય કોઅયી.
આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જાવ લોગુ ગોવાં દાણો જમીનીમાય પોડીન મોઓઈ નાંય જાય, તાંવ લોગુ તો યોખલો રોહે, બાકી મોઓઈ જાહે તોવે બોજ દાણા પાકતાહા, મા આરેબી એહેકેજ બોની.
તુમા તુમહે આબહો સૈતાનાપાઅને હેતા, એને તુમા તુમહે આબહા ઉસ પુરી કોઅરા માગતાહા, તો તે પેલ્લેથી ખૂની હેય, એને હાચ્ચાયેવોય મજબુત નાંય રોય કાહાકા ચ્યામાય હાચ્ચાં હેયેજ નાંય. જોવે તો ઠોગીન વાત કોઅહે, તોવે તો પોતા મોના વિચાર કોઇન આખહે, કાહાકા તો ઠોગ હેય, એને ઠોગનારાહા આબહો હેય.
“ઓ બોજ ખારાબ એને બોજ જુઠાકોય બાઆલા સૈતાના પોહા, બોદા હારાં કામહા દુશ્માન, કાય તું પ્રભુ હિદી વાટહયેન વાકડી કોઅના નાંય સોડહે?
બાકી આંય સવાલ પુછહું, “કાય યહૂદી લોક ખ્રિસ્તા બારામાય નાંય વોનાયાહા?” “હાં જરુર વોનાયાહા, કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, ચ્યા સંદેશ દોરતીવોય બોદા માઅહા પાય, એને ચ્યા વચન દુનિયામાય બોદે જાગે પોઅચી ગીયહા.”
બાકી આમી પ્રગટ ઓઇન સનાતન પોરમેહેરા આગનાકોય ભવિષ્યવક્તાહાય જ્યો વાતો પવિત્રશાસ્ત્રમાય લોખ્યો, ચ્યેહેકોય બોદી જાત્યે લોકહાન હારી ખોબાર આખલી ગીયી, કા બોરહો કોએ એને ચ્ચા આગના માને.
એને જો પોરમેહેરા પોહેં હેય, તે વારીસ બી હેય, બાકી પોરમેહેરા વારીસ એને ખ્રિસ્તાઆરે વારીસ હેય, એને જો આપા ખ્રિસ્તાઆરે દુ:ખ ઉઠાવજેહે, તોવે ચ્યાઆરે મહિમા બી ભાગી બોનહું.
જેહેકોય બોદી દુનિયામાય ઈ હારી ખોબાર ફેલાય રિઅલી હેય એને બોજ લોક વિસ્વાસી બોની રીઅલા હેય, તેહેકોયનુજ તુમહે વોચમાય ઓઅતા યેય રીયલા હેય જ્યા દિહયાથી તુમાહાય યાલ વોનાયા એને પોરમેહેરા સદા મોયા હાચ્ચાઇ પુરી રીતેકોય હોમજી ગીયા.
ચ્ચાય પોતાનાજ ઇચ્છાયે કોય આમહાન હાચ્ચાયે વચનાકોય પોતે પોહેં બોનાડયે, કા આમા બોદા વિસ્વાસી ચ્ચાથી બોનાડલી ગીયલી બોદી યોક વસ્તુહુ બોદહાથી મહત્વા ભાગ હેતા, જેહેકોય પાકલા અનાજા પેલ્લા ફળ બોદહાથી મહત્વા ભાગ ઓઅહે.
ઓ મા પ્રિય બાહાબોઅયેહેય વોનાયા, પોરમેહેરાય ચ્ચા લોકહાન નિવાડલા હેય, જ્યા યા દુનિયા નોજરેમાય ગરીબ હેય, યાહાટી કા બોરહામાય મિલકાતવાળા ઓઅઇ જાય એને ચ્ચા રાજ્યા વારસો બોને, જ્યાથી પોરમેહેરાય આપહે પ્રેમ કોઅનારાહાન દેયના વાયદો કોઅયોહો.
કાહાકા તુમહાન પોરમેહેરાપાઅને યોક નોવા જીવન મિળ્યહા, તુમહાન ઈ જીવન કાદ્યે ઓહડયે વસ્તુ થી નાંય મિળ્યાં, જીં નાશ ઓઅય જાઅરી, બાકી કાય ઓહડયે થી મિળ્યાં જીં કાયામ રોઅરી, એટલે, પોરમેહેરા જીવતા એને અનંત વચન થી મિળ્યહા.
ઓ પ્રિયાહાય, આમી આપા પોરમેહેરા પોહેં હેય, એને આમી લોગુ ઈ માલુમ નાંય હેય, કા આપા કાય બોનહું, બાકી ઓલહાં જાંઅજેહે, કા જોવે ઈસુ ખ્રિસ્ત પાછો યેઅરી તોવે આપાબી ચ્ચા હારકા રોહુ, કાહાકા આપા ચ્ચાલ આસલીમાય તો જેહેકોય હેય તેહેકેન એઅહુ.
પાછા માયે યોક બિજા હોરગ્યા દૂતાલ આકાશામાય ઉચે ઉડતો દેખ્યો, ચ્યા હોરગા દૂતાય ચ્યે હારી ખોબારેલ લેદલા આતા જીં કોયદિહી નાંય બોદલાય, એને તી દુનિયામાય રોનારા બોદી જાતી લોકહાન, બોદા દેશહાલ, બોદા કુળાહાલ એને બોદી ભાષહામાય પ્રચાર કોઅરાહાટી હેય.