26 તે જોવે બિયારો ઉદ્યો એને નીહીવાય પોડ્યા, તોવે ટોળ્યા દેખાયાં.
બાકી બોદા લોક હૂવી રીઅલા આતા, તોવે ચ્યા દુશ્માન રાતી યેઇન જાં ગોંવ પોઅલા આતા ચ્યાહામાય ટોળ્યા બિયારો પોઓઈ નાઠો.
તોવે માલિકાપાય જાયને આવત્યાહાય આખ્યાં કા, માલિક, આમહાય તે રાનામાય હારો બિયારો પોઓયેલ, તે આમી ટોળ્યા કેછને યેના?