23 બિજા લોક હારી જમીની હારકા હેય, પોરમેહેરા વચન વોનાઈન હોમજેહે, એને ફળબી દેહે; કાદા હોવ ગોણા દેય, કાદા હાંઈટ ગોણા, એને કાદા તીહી ગોણા દેય.”
“જોવે જાડ હારાં હેય, તોવે ચ્યા ફળબી હારાં હેય, એને જાડ નોકામ્યા હેય, તોવે ફળબી નોકામ્યા હેય; કાહાકા જાડ ચ્યા ફળ કોય વોળખાયેહે.
કોલોહોખાન બિયારો હારી જમીનમાય પોડયો, એને હારાં પાક્યા, કોલાહાક તીહી ગોણા, કોલાહાક હાંઈટ ગોણા, કોલાહાક હોવ ગોણા.
જેહેકોય યોક કુરાડાવાળો હારેં ફળે નાંય દેનારા હર યોક મુળથી જાડાહાલ ખાંડીન આગડામાય ટાકી દાંહાટી તિયાર હેય, તેહેકોયનુજ આમી પોરમેહેર ચ્યાહા ન્યાય કોઅરાહાટી તિયાર હેય, જો પાપ કોઅના બંદ નાંય કોએ.
યાહાટી એહેકેન જીવા કા લોકહાન ખોબાર પોડે કા તુમાહાય પાપ કોઅના બંદ કોઅઇ દેનહા.
આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, જ્યેં માઅહે પાહાહા હારકા પોરમેહેરાલ નાંય હોઅપે, ચ્યે પોરમેહેરા રાજ્યામાય ચ્યા માઅહે નાંય બોની.”
એને વોછા લોક હાર્યે જમીન્યે હારકા હેય ચ્યે યે હેતેં પોરમેહેરા વચન વોનાઈન માની લેતહેં, એને ચ્યાહાટી હારાં ફળ દેતહેં, કાદા તીહી ગોણા, કાદા હાંઈટ ગોણા એને કાદા હોવ ગોણા.”
જો યેતે વોરહી ફળ દેય તોવે હારાં, નાંય તે ચ્યાલ ખાંડી કાડહુ.”
બાકી હારી જમીનીમાય તે યે હેતેં, કા પોરમેહેરા વચન વોનાયને હારાં એને ચોખ્ખાં મોનાકોઈન માની લેતહેં, એને ચ્યે ધીરજથી ફળ દેતહેં.”
“કોલહોખાન બિયારો હારી જમીનીમાય પોડયો, એને ઉદ્યો પાછે ચ્યા હોવ ગોણા ફળ યેના,” ઈ આખીન ઈસુય મોઠેરે બોંબલીન આખ્યાં, “જો વોનાયાંહાટી તિયાર હેય તો વોનાય લેય.”
તુમહાય માન નાંય નિવડયો, બાકી માયે તુમહાન નિવડયા, એને તુમહાન નેમહ્યા કા તુમા જાયન ફળ લીયા, એને તુમહે ફળ ટોકી રોય, કા તુમા મા શિષ્ય હેય યાહાટી આબહાવોય માગા, એને તો તુમહાન દી.
જો કાદો પોરમેહેરાપાઅને હેય, તો પોરમેહેરા વાતો વોનાયેહે, એને તુમા યાહાટી નાંય વોનાયે કાહાકા તુમા પોરમેહેરાપાઅને નાંય હેતા.”
એને લુદીયા નાંવા થુવાતીર શેહેરા જાંબળા રોંગા ડોગલેં વેચનારી યોક પોરમેહેરા આરાધના કોઅનારી થેએ વોનાય રીયલી આતી, એને પ્રભુય ચ્યે મોન ખુલ્યા, કા પાઉલા વાતેહેવોય ધ્યાન દેય.
યા લોક તે થેસ્સાલોનિક શેહેરા યહૂદીયાહાથી વદારે હારાં આતા, એને ચ્યાહાય હાચ્ચે મોનાકોય વચન વોનાય લેદેલ, એને રોજ દિને પવિત્રશાસ્ત્રામાય હોદતા રિયા કા યો વાતો એહકોયજ હેત્યો કા નાંય.
પોઅનારાલ બિયારો એને ખાંહાટી ખોરાક દેનારો પોરમેહેર તુમહાન જ્યા બિયારા જરુર હેય તી બોદા પુરાં પાડી, એને ચ્યાલ વોદાડી, જ્યાથી તુમહે ન્યાયપણા ફળ બોજ ઓઅરી.
એને પોરમેહેરા મહિમા એને સ્તુતિહાટી તુમા ઈસુ ખ્રિસ્તા ન્યાયપણા ફળાહાથી ભરપુર ઓએ, ઈ ઈસુ ખ્રિસ્તજ દેય હોકહે.
આંય ઈ યાહાટી નાંય લોખું કા માન દાન જોજે, બાકી મા ઇચ્છા હેય કા હારાં કામાહામાંય ભાગીદાર કોઅલા જાં જોજે, જીં તુમહે પેલ્લા કોઅલા હેય, એને જ્યા લીદે પોરમેહેર તુમહાન ઇનામ દેઅરી.
યાહાટી તુમા એહેકેન જીવન જીવા જેહેકેન પ્રભુ લોકહાન જીવા જોજે, એને તુમા બોદી રીતેકોય પ્રભુલ પ્રસન્ન કોઆ. એને તુમા કાયામ બોદે રીતેકોય હારેં કામે કોઆ, એને કાયામ પોરમેહેરાબારામાય વોદારી એને વોદારી જાંઅતે જાં.
જેહેકોય બોદી દુનિયામાય ઈ હારી ખોબાર ફેલાય રિઅલી હેય એને બોજ લોક વિસ્વાસી બોની રીઅલા હેય, તેહેકોયનુજ તુમહે વોચમાય ઓઅતા યેય રીયલા હેય જ્યા દિહયાથી તુમાહાય યાલ વોનાયા એને પોરમેહેરા સદા મોયા હાચ્ચાઇ પુરી રીતેકોય હોમજી ગીયા.
ઓ વિસ્વાસી બાહાહાય, તુમા આમહેપાઅને ઈ શિક્ષણ મિળવી ચુકલા હેય, કા કેહેકેન જીવા જોજે એને પોરમેહેરાલ ખુશ કોઅરા જોજે, એને તુમા એહેકેન જીવતાહા બી, સેલ્લે, આમા પ્રભુ ઈસુમાય તુમહાન ઈ વિનાંતી કોઅતા એને હોમજાડતાહા કા તુમા યા બારામાય વોદતે જાં.
તો બોદે ખારાબ કામે કોઅરી એને લોકહાન દોગો દેઅરી જ્યેં પોરમેહેરાકોય નાશ કોઅલે જાય. કાહાકા ચ્યાહાય હાચ્ચાયેવોય બોરહો નાંય કોઅયોહો, જો ચ્યાહાન બોચાવી હોકે.
કાહાકા જેહેકેન આમહાય ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર વોનાયા, તેહેકેનુજ ઈસરાયેલા લોકહાયબી આરામા જાગામાય જાઅના હારી ખોબાર વોનાયા, બાકી ચ્યાહાય યાવોય બોરહો નાંય કોઅયો, યાહાટી, તો સંદેશ ચ્યાહાહાટી નોકામ્યો આતો.
જ્યા લોકહાન હારાં શિક્ષણ મિળ્યાં, ચ્યે ચ્યા જમીને હારકે હેય જ્યાવોય ગેડી-ગેડી પાઆય પોડહે, જો જમીન હારી હેય, તે તી ખેડુતાલ હારો પાક દેહે, એને ચ્યેવોય પોરમેહેરા બોરકાત રોહે.
પાછે પ્રભુ આખહે, કા જો કરાર આંય યેનારા દિહહામાય ઈસરાયેલા લોકહા હાતે કોઅહી, તો ઓ હેય, કા આંય ચ્યાહાન મા નિયમાહા બારામાય વિચારા દિહી, એને ચ્યે ચ્યાહાન પોતાના મોનામાય રાખરી, એને આંય ચ્યાહા પોરમેહેર બોનહી, એને ચ્યા મા લોક ઓઅરી.
બાકી યે રીતેથી જીવન જીવા તુમા આમહે તારણારો ઈસુ ખ્રિસ્ત તુમહેહાટી વોદારે ને વોદારે સદા મોયાથી કામ કોએ, એને ઈ કા તુમા ચ્યાલ વોદારે હારેરીતે જાંઆય હોકે, ચ્યા મહિમા આમી એને કાયામ ઓઅતી રોય. આમેન.
એને આપા ઈ બી જાંઅજેહે, કા ઈસુ ખ્રિસ્ત પોરમેહેરા પોહો યેય ગીઅલો હેય એને ચ્યાય આપહાન હોમાજ દેનહી, કા આપા ચ્ચા હાચ્ચાં પોરમેહેરાલ વોળાખજેહે, એને આપા ચ્યા હાચ્ચાં પોરમેહેરામાય યોકજુટ હેય કાહાકા આપા ચ્ચા પોહો ઈસુ ખ્રિસ્તામાય યોકજુટ હેય હાચ્ચો પોરમેહેર એને અનંતજીવન ઈંજ હેય.