22 બિજા લોક કાટાહા જેખરાહા હારકા હેય, ચ્યાહાય તે વચન વોનાય લેદા, એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેના, એને ચ્યે નોકામ્યા જીવન જીવતેહે.
જીં કાદાં માઅહા પોહા વિરુદમાય વાત આખી, ચ્યા ઓ પાપ માફ કોઅવામાય યી, બાકી જીં પવિત્ર આત્મા વિરુદમાય બોલી, ચ્યા પાપ નાંય તે યા લોકહામાય એને નાંય તે પરલોક માય માફ કોઅવામાય યી.
એને જ્યા દુશ્માનાય ટોળ્યા પોઅયા તો સૈતાન હેય, વાડણી ઈ દુનિયા છેવાટ હેય, એને વાડનારા હોરગા દૂત હેતા.
જેહેકોય ટોળ્યાલ વાડીન બેગો કોઇન આગડામાય હોલગાડી દેતહેં, તેહેકોય દુનિયા છેલ્લા દિહીહયામાય ઓઅરી.
એને કોલોહોખાન બિયારો કાટાહા જેખરાહામાય પોડયો, એને કાટેં વોદી ગીયે એને દાબાઈ ગીયો.
પાછે ઈસુય ચ્યાહાન આખ્યાં, “હાચવીન રા, એને બોદા લોબથી બોચી રોજા, કાહાકા જીવન કિમત્યા હેય તુમહે વોદારી મિલકાતે લેદે નાંય હેય.”
એહકોયજ ચ્યા માઅહા આરે ઓઈ જીં બોદા કાય પોતાહાટી યોખઠા કોઅહે, બાકી પોરમેહેરા સેવા કોઅરાહાટી પોતે મિલકાતે એને શક્તિ ઉપયોગ નાંય કોએ.”
યાહાટી હાચવીન રા, એહેકોય નાંય બોને કા તુમહે મોન હોદથી વદારે ખાઅના પિઅના એને સાકટ્યા, એને યા જીવના ચિંતાકોય દાબાય જાહા, એને તો ન્યાયા દિહી તુમહાવોય ફાંદા હારકો અચાનક યેય પોડી.
જો કાટાહા જેખરાહામાય પોડયો, ચ્યે યે હેય, જ્યેં વચન વોનાતેહે, બાકી આગાડ્યા જીવનામાય ચિંતા, પોયહા લોબ, એને મોજ્યા કોઅનામાય ફસાય જાતહેં, એને નોકામ્યા જીવન જીવતેહે.
જોવે સિમોનાય દેખ્યાં કા પ્રેષિતાહા આથ થોવવાથી પવિત્ર આત્મા દેનલા જાહે, તોવે ચ્યાય પોયહા લેય યેયન આખ્યાં.
યા દુનિયા લોકહા હારકા તુમા નાંય બોના, બાકી તુમહે મોન બોદલાય જાયનાકોય તુમહે ચાલ-ચલન બી બોદલાય જાય, જ્યાકોય તુમા પોરમેહેરા ઇચ્છા કાય હેય, એને ચ્યાલ કાય ગોમહે, એને ચ્યા સિદ્ધ ઇચ્છા કાય હેય, તી માલુમ કોઅતે રા.
તે પાછે, જ્ઞાનવાળા, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ, એને યા દુનિયામાય ઓહડા લોકહા બારામાય, જ્યા બોલવામાય ઉશારી હેય આમા કાય આખી હોકજે? પોરમેહેરાય ચ્ચા બોદહાન મૂર્ખ બોનાડી દેનહા એને ચ્ચાહા જ્ઞાનાલ બી મૂર્ખતા દેખાડી દેનહા.
આંય જોવે મજબુત વિસ્વાસી લોકહા વોચમાય રોહુ, તોવે આંય જ્ઞાના વાતો કોઅહુ, બાકી માઅહા એને યા દુનિયા ઓદિકાર્યાહા જ્ઞાન નાંય જીં નાશ ઓઅનારા હેય.
એને પોરમેહેરા યોજનાલ યા દુનિયા કાદાબી ઓદિકાર્યાય નાંય જાંઅયી, કાહાકા જો જાંઅતા, તે મહિમામય પ્રભુલ હુળીખાંબાવોય નાંય ચોડાવતા.
કાદોબી પોતાનાલ દોગો નાંય દેય, જો તુમહેમાઅને જો કાદોબી યા દુનિયા નોજરેમાય પોતે જ્ઞાની હોમજે, તે તો દુનિયા લોકહામાય મૂર્ખ બોને, યાહાટી કા તો પોરમેહેરા નોજરેમાય જ્ઞાની બોની જાય.
યા દુનિયા દેવાય ચ્યા નાંય બોરહો કોઅનારાહા મોનાલ આંદળા કોઅય દેનહા, એટલે ચ્યે ખ્રિસ્તા મહિમાયે હારી ખોબારે ચ્યા યેનારા ઉજવાડાલ દેખી નાંય હોક્યા, ખ્રિસ્ત પોરમેહેરા પ્રતિમા હેય.
આમહે પાપા લીદે પોરમેહેર એને આબા ઇચ્છાકોય ઈસુ ખ્રિસ્તાય પોતાલ આમે પાપહાહાટી બલિદાન કોઅય દેના જેથી આપા યા ચાલુ સમાયામાય દુનિયા લોકહા ખારાબ પ્રભાવાકોય બોચાવે.
એને તુમા દુનિયા લોકહા હારકે જીવન જીવતે આતેં, એટલે સૈતાના આગના પાલન કોઅતે આતેં, જો આકાશામાય ખારાબ આત્માહાવોય શાસન કોઅહે, એને આમી પોરમેહેરા આગના નાંય માનનારા લોકહાન ચ્યા તાબામાંય કોઅરાહાટી કોશિશ કોઅહે.
યા દુનિયા મિલકાતવાળા હેય ચ્યાહાન આદેશ દે કા ચ્યા ફુલાય નાંય જાય, એને પારવાય જાનારા પોયહાવોય આશા નાંય કોએ, બાકી પોરમેહેરાવોય આશા કોએ, જો આપહે આનંદાહાટી બોદ્યો વસ્તુ દેનલ્યો હેય.
કાહાકા દેમાસ દુનિયા વસ્તુહુવોય પ્રેમ કોઅરા લાગલો હેય, એને માન છોડીન થેસ્સાલોનિકા શેહેરામાય જાતો રિઅલો હેય, ક્રેસકેસ વિસ્વાસી બાહા ગલાતીયા વિસ્તારમાય ગીઅલો હેય, એને તીતુસ દાલમતીયા વિસ્તારમાય ગીઅલો હેય.