22 તોવે લોક યોક આંદળો-મૂકો જ્યાલ બુત વોળાગલો આતો, ઈસુપાય લેય યેને, એને ઈસુય ચ્યાલ હારાં કોઅયા, એને તો બોલા એને એઅરા લાગ્યો.
એને બોદા સિરીયા વિસ્તારામાય ચ્યા ખોબાર ફેલાય ગીયી, તોવે જ્યા બિમાર આતા, જ્યાહાલ જુદા-જુદા જાત્યા રોગ એને દુ:ખામાય પીડાલા આતા, એને જ્યાહાલ બુત લાગલા એને મિરગ્યે લોખવાવાળે આતેં, એને ચ્યા બોદહાન ચ્યાહાય ચ્યાપાય લેય યેને એને ચ્યાય ચ્યા બોદા દુખ્યાહાલ હારેં કોઅયે.
જોવે બુત લાગલાબી, ચ્યાલ એએ તોવે, ચ્યા, ચ્યા આગલા ચ્યાલ માન દાંહાટી ચ્યા પાગે પોડીન એને બોંબલીન આખે કા “તું પોરમેહેરા પોહો હેતો.”
કા ચ્ચા અંધકાર માઅને ઉજવાડા એછે, એને સૈતાના ઓદિકારા ઇહિને પોરમેહેરાએછે ફિરે, એને પોતાના પાપહા પોરમેહેરા પાયને માફી મિળવે, એને ચ્ચા લોકહા હાતે યોક જાગો મિળવે જ્યા યાહાટી પવિત્ર કોઅલા ગીયહો કાહાકા માયેવોય બોરહો કોઅતાહા.
એને અન્યાયી માટડાપાય સૈતાના શક્તિ રોય, એને તો બોદે જુઠા ચમત્કાર, ચિન્હ દેખાડી જ્યાથી લોક ઓ વિચાર કોઅરા લાગી કા ઈ પોરમેહેર કોઅય રિઅલો હેય.