4 ઈસુવાય જાવાબ દેનો, “જીં તુમા વોનાતાહા એને એઅતાહા, તીં બોદા જાયને યોહાનાલ આખી દા.”
ચ્યાહાય ઈસુલ પુછ્યાં, “કાય તો તુંજ ખ્રિસ્ત હેય, જ્યાલ દોવાડના વાયદો પોરમેહેરાય કોઅલો આતો, કા આમા યોકતા બિજા વાટ જોવજે?”
કા આંદળે દેખતેહે એને લેંગડે ચાલતે ફીરતેહે, કોડળેં હારાં કોઅવામાય યેતહે એને બોઅરે વોનાતેહે, મોઅલે જીવતે ઊઠતેહે એને ગરીબાહાલ હારી ખોબાર આખવામાય યેહે.
બોજ માઅહે લેંગડાહાન, પાંગળ્યાહાલ, આંદળાહાન, મુકાહાન એને બીજે બોજ દુખ્યાહાન ચ્યાપાય લેય યેના, એને ચ્યા પાગહા પાહી થોવ્યા એને ઈસુવે ચ્યા બોદહાન હારાં કોઅયા.
આંદળા એને લેંગડા દેવાળામાય ચ્યાપાય યેના, એને ચ્યે ચ્યાહાન હારાં કોઅયા.
ઈસુવે આથ લાંબો કોઇન ચ્યા આથ દોઅયો, એને આખ્યાં, મા મોરજી હેય કા તું ચોખ્ખો ઓઅઇ જો “એને તો તારાતુજ કોઢમાયને ચોખ્ખો ઓઅઇ ગીયો.
માયેવોય બોરહો કોઆ, આંય આબહામાય હેતાઉ એને આબહો માંયેમાય હેય, નાંય તો જ્યા માયે ચમત્કાર કોઅલા હેય ચ્યાહા લેદે માયેવોય બોરહો કોઆ.”
બાકી માયેપાંય યોહાના સાક્ષી કોઅતી મોઠી સાક્ષી હેય, જીં કામ આબહે માન પુરાં કોઅરાહાટી દેનહા, તીંજ કામ જીં આંય કોઅહુ મા બારામાય સાક્ષી દેહે, કા આબહે માન દોવાડલો હેય.