29 તુમા મા શિષ્ય બોના, માયે પાયને હીખી લીયા કાહાકા આંય નમ્ર એને દિન હેતાઉ એને તુમહે જીવાલ દિલાસો મિળી.
તો આજુ બોલીજ રીયેલ ઓલાહામાયજ યોક ઉજળા વાદળાં યેના એને ચ્યાહાન ચ્યા સાવલ્યેકોય ડાકી લેદા, એને ચ્યાહાય વાદળામાઅરે પોરમેહેરાલ બોલતા વોનાયા, “ઓ મા પ્રિય પોહો હેય, ચ્યા આખલા માનજા”.
“યેરૂસાલેમ શેહેરા લોકહાન આખા, એઆ, તુમહે રાજા તુમહેપાય યેય રિઅલો હેય, તો નમ્ર હેય, એને વોજો ઉચાકનારા ફુરક્યા વાછડા ઉપે બોહીન યેહે.”
એને ચ્યાહાન બોદ્યો વાતો જ્યો માયે તુમાહાલ આગના દેનહી, ચ્યો માનના હીકાડા: એને યાદ રાખા, આંય દુનિયા છેલ્લે લોગુ તુમહેઆરે હેય.
“યાહાટી કા જો કાદો મા યો વાતો વોનાયને માનહે, તો ચ્યા બુદ્ધિવાળા માઅહા રોકો હેય, જ્યાંય પોતાના ગોઉ ખોલકડાવોય બાંદ્યા.
એને લોક જીં જાયેલ તી એરાહાટી ગીયા, તોવે ચ્યાહાય જ્યામાઅને બુત નિંગલા ચ્યા માઅહાલ ઈસુવાપાય ફાડકે પોવલે એને હારો ઓઇન ભાનમાય દેખ્યો તોવે ચ્યા બિઇ ગીયા.
કાહાકા માયે તુમહાન નમુનો દેખાડયો, તોવે કા જેહેકેન માયે તુમહેઆરે કોઅયા, તુમાબી તેહેકેન કોઅયા કોઅરા.
આમી તુમા યો વાતો જાંઅતાહા, તો ચ્યાહાન કોઆ કા તુમા ધન્ય ઓઈ જાય.
ઓ તોજ મૂસા હેય, જ્યાંય ઈસરાયેલી લોકહાન આખ્યાં, પોરમેહેર તુમહે બાહાહા માઅને તુમહેહાટી મા રોકો યોક ભવિષ્યવક્તા ઉબો કોઅરી.
જોવે આંય ગેર યહૂદી લોકહાઆરે જ્યેં મૂસા નિયમ નાંય પાલન કોએ ચ્ચાહા આરે રોહુ, તે આંય ચ્ચાહા હારકો મૂસા નિયમ નાંય પાળુ, આંય મૂસા નિયમ યાહાટી નાંય પાળુ, કાહાકા સાદા આંય ખ્રિસ્તા આગના પાલન કોઅહુ, જેથી આંય મૂસા નિયમ પાળનારા લોકહાન ખ્રિસ્તામાય લેય યેય હોકુ.
આંય તોજ પાઉલ જો તુમહે હામ્મે બોલવાથી બિઅતાહાવ, બાકી તુમહેથી દુર રોવાથી ઇંમાતવાળો બોની જાતહાવ, તુમહાન ખ્રિસ્તા નમ્રતા, એને કોમળતા લીદે વિનાંતી કોઅય રિયહો.
યાથી આમા હર યોક વિરોદાલ, ચ્યા હર યોક મોઠયો-મોઠયો વાતો કોઅનારાલ, જીં પોરમેહેરા જ્ઞાના વિરુદ માથાં ઉઠાવેહે, તોડી પાડજેહે એને હર યોક વાદવિવાદ કોઅનારાલ ખ્રિસ્તા આગના પાળનારો બોનાડી દેજહે.
ઈસુ ખ્રિસ્તા સ્વભાવ આતો તેહેકોય સ્વભાવ તુમહે બી રા જોજે.
કાહાકા તુમા જાંઅતાહા કા તી શિક્ષણ આમહાય તુમહાન દેનલા હેય તી ઈસુ ઓદિકારથી હેય.
એને જ્યેં માઅહે પોરમેહેરાલ નાંય જાંએત, એને આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા હારી ખોબારેવોય બોરહો નાંય કોએત, તો ચ્યાહાન સજા દેઅરી.
એને યોક વોખાત પરિપૂર્ણ બોન્યા પાછે ચ્યા બોદહાહાટી જ્યેં ચ્યા આગના પાળતેહે, તો અનંત તારણા કારણ બોની ગીયો.
જીં કાદાં એહેકોય આખહે, કા આંય ચ્યામાય જોડાય રોહુ, ચ્યાલ પોતેબી એહેકેન રા જોજે, જેહેકેન ઈસુ ખ્રિસ્ત રોતો આતો.