28 ઓ બોદા મેહનાત કોઅનારાહાય, એને વોજાકોય દાબાલા લોકહાય તુમા મા પાહાય યા તુમહાન આંય દિલાસો દિહી.
તુમા મા શિષ્ય બોના, માયે પાયને હીખી લીયા કાહાકા આંય નમ્ર એને દિન હેતાઉ એને તુમહે જીવાલ દિલાસો મિળી.
ચ્યા બોજ બાઆય વોજો બોઇન માઅહા ખોવાહાવોય થોવતાહા, બાકી તી ઉસલાં હાટી યોક આંગળી બી નાંય લાવેત.”
આબહે માન જ્યા લોક દેનહા, ચ્યા બોદા માયેપાંય યી, એને જીં માઅહું માયેપાંય યી ચ્યાલ આંય નાંય કાડહીં.
પાછે સણા છેલ્લે દિહે, મતલબ મુખ્ય દિહી આતો, ઈસુ ઉબો રોયન મોઠેરે બોંબલીન આખ્યાં, “જીં કાદા માઅહું પીહાં હેય તી માયેપાંય યેય, એને પિયે.
તે આમી તુમા ઈ આખીન કાહા પોરમેહેરા પરીક્ષા કોઅતાહા, કા મૂસા નિયમ એને આમહે યહૂદી રીતરીવાજાહાન પાળાહાટી યા ગેર યહૂદી વિસ્વાસ્યાહાવોય વોદારે વોજો થોવા, જ્યાલ નાંય આમહે વડીલ ઉઠાવી હોક્યા એને નાંય આમા ઉઠાવી હોકજે.
માયે તુમહાન બોદાંજ કોઅય દેખાડયાં, કા યે રીતે મેહનાત કોઅના નોબળાહાન સાંબાળના, એને પ્રભુ ઈસુ વચનાહાલ યાદ રાખના જરુરી હેય, કા ચ્ચેય પોતેજ આખલા હેય, ‘લેયના કોઅતા દેયના ધન્ય હેય’.”
ખ્રિસ્તાય આપહાન સુટા કોઅયા, જેથી કા આપા મૂસા નિયમાહા ગુલામીમાય નાંય રોય હોકજે, યાહાટી તુમા જાંઆય લા કા તુમા સુટે હેય, યાહાટી તુમા પાછા ચ્યાહા ગુલામ મા બોનહા.
એને તુમહાન, જ્યેં દુઃખ વેઠી રીયહે આમહે આરે આરામ દી, ઈ તોવે ઓઅરી જોવે પ્રભુ ઈસુ ચ્યા સામર્થી હોરગા દૂતહા આરે, હોરગામાઅને યેઅરી એને તો આગડા જાળેકોય ગેરાલો રોય.
યાહાટી પોરમેહેરાય આમહાન વાયદો કોઅયોહો કા આપા આરામા જાગામાય જાહું, તે આમહાન બોજ હાચવીન રા જોજે, કા તુમહેમાઅને કાદોબી જાંઆ ચ્યામાય જાઅના રોય નાંય જાય.
પવિત્ર આત્મા એને ગેટા વોવડી યે બેની ઈસુલ આખતેહે, “યે!” એને વોનાનારાબી આખે “યે!” જો પિહો હેય તો યેય, એને જીં ચ્યાલ જોજહે તીં જીવના પાઆઈ મોફાત લેય.