25 ચ્યે સમયે ઈસુવે આખ્યાં, ઓ આબા, હોરગા એને દોરતી પ્રભુ, તો આભાર માનતાહાવ કાહાકા તુયે યો બોદ્યો વાતો ઓકલ્યેવાળા લોકહાન એને હોમાજદાર લોકહાન નાંય, બાકી જ્યા લોક સાદા સુદા હેય ચ્યાહાન દેખાડયોહો.
ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “ઓ સિમોન, યોના પાહા, તું ધન્ય હેય, કાહાકા કાદે માઅહા લોય થી નાંય, બાકી મા આબહો જો હોરગામાય હેય, ઈ વાત તુલ જાણાવિહી.
એને ચ્યાહાય ચ્યાલ પુછ્યાં, “યેં કાય આખતેહે તીં તું વોનાય રિયહો કા?” ઈસુવે જાવાબ દેનો, “હાં, એને કાય તુમાહાય પવિત્રશાસ્ત્રામાય ઈ કોદહી નાંય વાચ્યાહાં: કા પોહાહા એને દુદ પિતા પાહાહા મુયેથી, તુયે મહિમા કોઆડી?”
“જો તો યોજનામાય શક્ય ઓરી, તે માન યા દુઃખામાઅને બોચાડ, જીં માયેવોય યેનારાં હેય.”
તોવે ઈસુવે આખ્યાં, “આબા, ચ્યાહાન માફ કોઓ, કાહાકા ચ્યા કાય કોઅતા ચ્યા જાંએત નાંય” ચ્યા ફાડકે વાટી લા હાટી ચ્યાહાય ચિઠ્ઠી ટાકી.
તોવે ચ્યાહાય દોગાડાલ ફેડી લેદો, પાછે ઈસુવે ઉચે નોજાર કોઇન આખ્યાં, “ઓ આબા આંય તો આભાર માનતાહુ કાહાકા તુયે મા વોનાય લેદા.
આમી મા મોન દુ:ખી ઓઅઇ ગીયા એને આંય કાય આખું? કા, “ઓ આબા, માન યે પીડા સોમયામાઅને બોચાવ?” એહેકેન નાંય, બાકી આંય યા દુનિયામાય ચ્યા હાટીજ યેનહો કા દુઃખ બોગવું.
ઓ મા આબા, દેખાડ કા તું કોલહો મહિમામાય હેય તોવે હોરગામાઅને ઓહડો આવાજ ઓઅયો, “માયે દેખાડી દેના કા આંય કોલહો મહિમામાય હેતાંવ, એને આંય યાલ પાછો દેખાડીહી.”
જ્યા પોરમેહેરાય દોરતી એને ચ્યેવોયને બોદયે વસ્તુહુલ બોનાડયાહા, તો હોરગ્યા એને દોરત્યે માલિક ઓઇન આથેકોય બોનાવલા મંદિરામાય નાંય રોય.
બાકી પોરમેહેરાય યો વાતો આમહાવોય એટલે પ્રેષિતાહાવોય પવિત્ર આત્માથી પ્રગટ કોઅલા હેય, કાહાકા પવિત્ર આત્મા બોદ્યો વાતો, એટલે પોરમેહેરા દોબલ્યો વાતોબી જાંઅહે.
બાકી ચ્યા કોઠાણ મોના ઓઅયા, કાહાકા આજેલોગુ જુના કરારા નિયમ વાચત્યે સમયે ચ્યાહા રુદયાવોય તોજ પોડદો પોડી રોહે, બાકી કેવળ ખ્રિસ્તાવોય બોરહો કોઅનાથીજ પોડદો ઓટાડલો જાહે.