7 સુલેમાના પોહો રહાબામ, એને રહાબામા પોહો અબીયા, એને અબીયા પોહો આસા આતો.
આસા પોહો યહોશાફાટ આતો, એને યહોશાફાટા પોહો યોરામ, એને યોરામા પોહો ઉજીયા આતો.
જોવે હેરોદ રાજા યહૂદીયા વિસ્તારમાય રાજ્ય કોઇ રિઅલો આતો, ચ્યે સમાયે અબીયા યાજાકા ટોળામાઅને જખરિયા નાંવા યોક યાજક આતો, એને ચ્યા થેઅયે નાંવ એલીસાબેત આતી, તી બી ઈસરાયેલા પેલ્લો યાજક હારૂના કુળામાઅની આતી.