22 ઈ બોદા યાહાટી ઓઅયા કા તીં પુરાં ઓએ જીં પોરમેહેરાય યશાયા ભવિષ્યવક્તા દ્વારા ઈસુ જન્મા બારામાય આખલા આતા, યશાયા ભવિષ્યવક્તાય એહેકેન લોખ્યાં,
કા જીં વચન યશાયા ભવિષ્યવક્તાથી પોરમેહેરાય આખવામાય યેનલા, તીં પુરાં ઓએ:
બાકી પોરમેહેરા વચન ચ્યાહા મોનામાય ઉંડે નાંય ઉત્યા, ચ્યાહાટી ચ્યે વોછા દિહાપુરતે રોતેહેં, ચ્યા પાછે પોરમેહેરા વચના લેદે જોવે ઓડચણ કા દુઃખ યેહે તોવે ચ્યે તારાતુજ ટાકી પોડતેહે.
જ્યેથી ભવિષ્યવક્તાથી આખલા વચન પુરાં ઓએ, ચ્યાહાટી કા, “આંય દાખલા દેયન વાત આખહી, જોવેને આકાશ એને દોરતી ઉસબાડી તોદરીહી દુબાડલી વાત આંય દેખાડીહી.”
એને હેરોદ રાજા મોએ તાંવ લોગુ મિસરમાય રિયો યાહાટી કા જીં વચન પ્રભુય ભવિષ્યવક્તા હોશેથી બોજ પેલ્લા આખ્યેલ તીં પુરાં ઓઈ: “માયે મા પાહાલ મિસર માઅને હાદ્યા.” હોશે 11:1
એને તો નાસરેત ગાવામાય જાયને રિયો, કાહાકા તીં વચન પુરાં ઓઅઇ, જીં ભવિષ્યવક્તાહાથી ઈસુ બારામાય આખવામાય યેનલા “તો નાજરેત ગાવા આખાયી.”
“ઈ મા હોમજાહા, કા આંય મૂસા નિયમશાસ્ત્રાલ એને ભવિષ્યવક્તાહા લેખાલ નાશ કોઅરા યેનહો, આંય નાશ કોઅરા નાંય યેનહો, બાકી પુરાં કોઅરા યેનહો.
યાહાટી કા જીં વચન યશાયા ભવિષ્યવક્તાથી આખલા આતા તીં પુરાં ઓઅઈ: “ચ્યાય પોતે આમે નોબળાયો પોતા ઉપે લેય લેદ્યો એને આમે રોગ ઉપે લેય લેદા.”
કાહાકા બોદલો લેઅના દિહી હેતા, તોદિહી જીં પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, તી બોદા પુરાં ઓઅઇ જાય.
પાછે ચ્યાય ચ્યાહાન આખ્યાં, યો મા ચ્યો વાતો હેત્યો, જ્યો માયે તુમહેઆરે રા તોવે તુમહાન આખના જરુરી આતા કા જોલ્યો વાતો મૂસા નિયમશાસ્ત્રા એને ભવિષ્યવક્તાહા એને ગીતહા ચોપડયેહેમાય મા બારામાય લોખલાં હેય, બોદ્યો હાચ્યો સાબિત ઓએ.”
જ્યાહાન પોરમેહેરા વચન મિળ્યાં, જોવે ચ્યાહાન પવિત્રશાસ્ત્ર ઈશ્વર આખે, તો પવિત્રશાસ્ત્રા નિંદા નાંય ઓએ?
ઈ યાહાટી જાયા કા નિયમશાસ્ત્ર માય લોખલાં હેય તી હાચ્ચાં બોને, કા “ચ્યાહાય વોગાર કારણે મા આરે આડાઇ કોઅયી.”
જોવે આંય ચ્ચાહા આરે આતો, તો માયે તો સામર્થ્યા નાવાકોય, જીં નાંવ તુયે માન દેનલા હેય, ચ્યાહાન હાચવી રાખ્યાં, એને માયે ચ્ચાહાન હાચવ્યા એને જ્યા ટાકાય જાયના નક્કી આતા, ચ્ચાલ છોડીન ચ્યામાઅને કાદોજ નાંય ખોવાયો, તોવે પવિત્રશાસ્ત્રામાય જીં લોખલાં આતા તી પુરાં ઓએ.
એહેકેન યાહાટી જાયા, કા ઈસુવે જીં પેલ્લા આખલા આતા તી હાચ્ચાં ઓએ, “જ્યાહાન તુયે માન દેના, ચ્યાહામાઅને કાદા યોકાલબી નાંય ટાક્યો.”
બાકી જ્યેં વાતહેબારામાય પોરમેહેરાય બોદા ભવિષ્યવક્તાહાકોય પેલ્લાજ આખલા આતા, કા ખ્રિસ્ત દુઃખ ઉઠાવી એને માઆઇ ટાકલો જાય, એને ચ્યાય તી હાચ્ચાં સાબિત કોઇ દેખાડયાં.
પોરમેહેરાય ચ્યા હારી ખોબારે વાયદો બોજ સમયા પેલ્લા ભવિષ્યવક્તાહાકોય પવિત્રશાસ્ત્રમાય કોઅલો આતો.
તી થેએ જ્યેલ તુયે દેખ્યેલ, તી ઈ મોઠા શેહેર હેય, જીં દોરતીવોય બોદા રાજહાવોય રાજ્ય કોઅહે, કાહાકા પોરમેહેરે પોતે ઉદ્દેશ પુરો કોઅરાહાટી ચ્યાહા મોનામાય ઇચ્છા ઉત્પન્ન કોઅય દેની, ઈંજ કારણ હેય કા ચ્યાહાય બોદો ઓદિકાર ચ્યા જંગલી જોનાવરાલ દેય દેનો, જાવ લોગુ પોરમેહેરાય જીં આખલા આતા તી પુરાં નાંય ઓઅય જાય.”