61 એને આજુ યોકા બીજાય આખ્યાં, “ઓ પ્રભુ, તો પાહલા આંય ચાલહીં; બાકી પેલ્લા માન ગોઅને બોદહા રજા લાં દે.”
બાકી કાદાં મા પાહી યેય, એને ચ્યા આબહો એને આયહો એને થેઅઈ એને પોહેં એને બાહા એને બોઅયહો એને પોતા જીવાલ બી અપ્રિય નાંય હુમજી, તોવે ચ્યા મા શિષ્ય નાંય ઓઈ હોકે.
તેરુંબી મા મોનાલ શાંતી નાંય મિળી, કાહાકા માયે મા આર્યો વિસ્વાસી બાહા તીતુસાલ તુમહેપાઅને હારી ખોબાર લેય યેતો માન નાંય મિળ્યો, યાહાટી ત્રોઆસ શેહેરા વિસ્વાસ્યાહાથી છુટો પોડીન આંય તીતુસાલ હોદાહાટી મોકોદુનિયા વિસ્તારામાય પાછો યેનો.