60 ચ્યાલ ચ્યે આખ્યાં, “જ્યા લોક આત્મિક રીતે મોઅલા હેય, ચ્યાહાન ચ્યા લોકહા મોઅના વાટ જોવાં દે, બાકી તું જાયને પોરમેહેરા રાજ્યા વાત આખ.”
પાછે ઈસુ બોદા ગાલીલ ભાગામાય ફિરીન એને યહૂદી લોકહા સોબાયે ઠિકાણામાય હિકાડે એને પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખતો એને માઅહામાયને બોદે જાત્યા બિમારી એને ચ્યાહામાઅને નોબળાય દુઉ કોઅતો રિયો.
બાકી ઈસુવે આખ્યાં, “તું મા શિષ્ય બોનાહાટી મા આરે યે, ચ્યાહાલ ચ્યાહા લોકહા મોઅના વાટ જોવાં દે.”
કાહાકા ઈ એહેકોય આતા જેહેકેન મા પોહો મોઅઇ ગીઅલો આતો, પાછો જીવતો ઓઅય ગીયહો, ઓ ટાકાય ગીઅલો આતો બાકી આમી મિળી ગીયહો એને ચ્યા આનંદ મોનાવા લાગ્યા.”
બાકી આમી આનંદ કોઅરા એને મગન ઓરા જોજે કાહાકા તો ઓ બાહા જેહેકોય મોઅઇ ગીઅલો આતો એને પાછો જીવતો ઓઅય ગીયહો, જો ટાકાય ગીઅલો આતો, બાકી આમી મિળી ગીયહો.’”
જો આંય હારી ખોબાર આખતાહાવ, તે માન ચ્યામાય કાયજ અભિમાન નાંય હેય, કાહાકા માન હારી ખોબાર આખના જવાબદારી હોપલી હેય, એને જો આંય હારી ખોબાર નાંય આખું તે માંહાટી ઈ બોજ ભયાનક હેય.
પેલ્લા તુમહાપાય પોરમેહેરાપાઅને નોવા જીવન નાંય આતા, તુમા ખારાબ કામ એને પાપ કોઅના લીદે મોઅલા લોકહા હારકે આતેં.
જોવે આમા ખારાબ કામ એને પાપ કોઅના લીદે મોઅલા લોકહા હારકે આતેં, તે પોરમેહેરાય આપહાન ખ્રિસ્તાઆરે જીવતા કોઅયા, પોરમેહેરા સદા મોયા લીદે આપહે તારણ જાયલા હેય.
જ્યો વિધવા ચ્યેહે બોદો સમય મોજમજામાય વિતાવે, ચ્યો યોક મોઅલા માઅહા હારક્યો હેય, ચ્યો જીવત્યો રોયનેબી, મોઅલા માઅહા હારક્યો હેય.
તું પોરમેહેરા વચના પ્રચાર કોઓ, હારી પરિસ્થીતીમાયબી, એને ખારાબ પરિસ્થીતીમાયબી તિયાર રો, પુરી સહનશીલતા કોય લોકહાય કાય બુલ કોઅયીહી તી દેખાડ, એને ચ્યાહાન ચ્યાહા પાપ કોઅના લીદે દોમકાડ, બાકી ચ્યાહાન પ્રોસ્તાહિત કોઓ.
બાકી તું બોદી વાતહેમાય હાચવીન રો, જી બી દુઃખ વેઠાં પોડે તી સહન કોઇન રો, ખ્રિસ્તા બારામાય હારી ખોબાર આખાહાટી મેઅનાત કોઅતો રો, એને પોરમેહેરા સેવાકા હારકો તી બોદા કોઓ જીં તુલ પ્રભુય કોઅરાહાટી હોપલા હેય.
“સારદીસ શેહેરા મંડળી દૂતાલ ઓ સંદેશ લોખ. આંય તોજ હેતાંવ જો હાત ચાંદાલાહાન આથામાય લી રિઅલો હેય, એને પોરમેહેરા હાત આત્માહાન લી રિઅલો હેય, આંય તુમહાન આખતાહાવ. આંય જાંઅતાહાંવ કા તું કાય કામ કોઅતોહો, તું માયેવોય બોરહો કોઅતોહો એહેકેન તે દેખાડતોહો, બાકી આસલીમાય તું મા અનુસરણ નાંય કોએ.