46 પાછે શિષ્યહામાય ઓહડી બોલા-બોલી ચાલી, કા આપહામાય કું મોઠો હેય.
તુમા પોતે કુટુંબા લોકહા હારકા યોકબીજાહાવોય પ્રેમ કોઆ, એને બીજહાન તુમહે કોઅતા હારાં માના.
કાહાકા આંય ચ્યા સદા મોયા લીદે જીં માન મીળહ્યા, આંય તુમા બોદહાલ ઈ આખતાહાવ કા, તુમા પોતાલ બોજ મોઠા મા હોમજાહા, બાકી પોરમેહેરાય તુમહાન જોલહો બોરહો દેનહો, ચ્યાનુસાર પોતાલ નમ્ર હોમજાં.
તુમા ટુટરીયા વોગાર, તકરાર કોઅયા વોગાર બોદા કામ કોઆ.
સ્વાર્થ એને જુઠી બડાયીથી દુઉ રોજા, બાકી બોદે વિસ્વાસી નમ્ર બોનીન બીજહાન પોતા કોઅતા હારાં માને.
માયે પેલ્લા બી મંડળી લોકહાન પત્ર લોખલાં, બાકી દિયુત્રિફેસ મા વાતો માના મોનાય કોઅહે, કાહાકા તો સાદા પોતેજ મંડળી આગેવાન બોના માગહે.