44 “ઈ વાત તુમા દિયાન દેયન વોનાયા, આંય, માઅહા પોહો, મા દુશ્માનાહા આથામાય દોરાય જાનારો હેય.”
ચ્યે સમયે ઈસુ ચ્યા શિષ્યહાન આખા લાગ્યો, “જરુર હેય કા આંય યેરૂસાલેમ શેહેરમાય જાંઉ, એને આગેવાન, એને મુખ્ય યાજક, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ આથાથી બોજ દુઃખ ઊઠાવીહી, એને માઆઇ ટાકલો જાહીં, એને તીજે દિહી પાછો જીવી ઉઠહી.”
આમી પાસ્કા સણ એને બેખમીર બાખ્યે સણ બેન દિહયા પાછે સુરુ ઓઅનારો હેય, એને માન, માઅહા પોહાલ હુળીખાંબાવોય ચોડવાહાટી દોઆડી દી.
ઈસુય શિષ્યહાન હિકાડના સુરુ કોઅયા, “માન જીં માઅહા પોહાહાટી ઈ જરુરી હેય, કા બોજ દુ:ખ વેઠાં પોડી, એને આગેવાન માઅહે, મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ચ્યાલ નાકારી દી એને માઆઇ ટાકી, એને તીન દિહી પાછે તો મોઅલાહામાઅને પાછો જીવતો ઉઠી.”
કાહાકા ઈસુ ચ્યા શિષ્યહાઆરે બોજ સમય વિતાવા એને ચ્યાહાન હિકાડાં માગતો આતો. ચ્યેય ચ્યાહાન આખ્યાં, “વેલ્લાજ કાદો માન, માઅહા પોહાલ, મા દુશ્માનાહા ઓદિકારામાય દેય દી, એને ચ્યા લોક માન માઆઇ ટાકી, બાકી તીજે દિહયે આંય પાછો મોઅલા માઅને જીવતો ઓઅઇ જાહીં.”
જ્યેં માઅહે વોનાયે ચ્યે વિચાર કોઅરા લાગ્યેં, “ઓ પોહો કોહડો ઓઅરી?” કાહાકા હાચ્ચાંજ ચ્યાઆરે પ્રભુ સામર્થ્ય હેય.
તોવે ઈસુવે ચ્યા બાર શિષ્યહાન આરે લેઈને આખ્યાં, “આપા યેરૂસાલેમ શેહેરમાય જાજહે, માઅહા પોહા બારામાય ભવિષ્યવક્તાહાય જીં કાય આખ્યેલ, તીં પુરાં ઓઅરી.
બાકી મરિયમ યો બોદ્યો વાતો પોતે મોનામાય રાખીન ચ્યાહા ઉપે વિચાર કોઅતી રોયી.
ચ્યાહાઆરે ઉતીન તો નાજરેત યેનો એને ચ્યાહા તાબે રિયો ચ્યા આયહે યો બોદ્યો વાતો મોનામાય રાખ્યો.
પાછે ચ્યાય ચ્યાહાન આખ્યાં, યો મા ચ્યો વાતો હેત્યો, જ્યો માયે તુમહેઆરે રા તોવે તુમહાન આખના જરુરી આતા કા જોલ્યો વાતો મૂસા નિયમશાસ્ત્રા એને ભવિષ્યવક્તાહા એને ગીતહા ચોપડયેહેમાય મા બારામાય લોખલાં હેય, બોદ્યો હાચ્યો સાબિત ઓએ.”
એને ઈસુવે આખ્યાં, “માન માઅહા પોહાહાટી ઈ જરુરી હેય, કા બોજ દુ:ખ વેઠાં પોડી, એને યહૂદી આગેવાન, મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ માન નાકારી દી એને માઆઇ ટાકી, એને તીન દિહી પાછે તો પાછો જીવતો ઉઠી.”
ઈ વોનાયને ઈસુવે આખ્યાં, “આમી તુમહે બોરહો ઓઅહે.
બાકી યો વાતો માયે યાહાટી તુમહાન આખી દેન્યો, કા જોવે તો સમય યેય, તોવે તુમહાન યાદ યેય, કા માયે તુમહાન પેલ્લા આખી દેનલા આતા. જોવે તુમા શુરવાતમાય મા શિષ્ય બોન્યા, તોવે તુમહાન યાહાટી નાંય આખ્યાં કાહાકા આંય તુમહેઆરે આતો.”
ઈસુવે જવાબ દેનો, “જો તુલ પોરમેહેરાપાઅને નાંય દેનલો જાતો, તે તો માયે ઉપે તુલ કાયબી ઓદિકાર નાંય રોતો, યાહાટી જ્યેં માન તો આથામાય દોઅવાડી દેનહો, ચ્યા પાપ વોદારી હેય.”
પોરમેહેરાકોય ઠરાવલી યોજના એને પેલ્લા જ્ઞાનાનુસાર, તો તુમહે આથામાય હોપાય ગીયો, તુમહાય ચ્યાલ ખારાબ માઅહા મોદાત લેયને ખીલા ઠોકીન હુળીખાંબાવોય ચોડવીન માઆઇ ટાક્યો.
યાહાટી આમહાન જીં ખોબાર મિળલી હેય, ચ્યાવોય હારિરીતે દિયાન દાં જોજે, કાય એહેકેન નાંય ઓએ કા આમા વાટેથી બટકી જાજે.