3 ચ્યે ચ્યાહાન આખ્યાં, “વાટેહાટી કાય નાંય લેઅના, લાકડી નાંય, કા ઠેલી નાંય, કા બાખે નાંય, પોયહા નાંય, એને બેન-બેન ઝોબા નાંય રાખના.
એને ચ્યા પાછે ઈસુ ચ્યા બાર શિષ્યહાન હાદ્યા એને ચ્યાહાન બેન-બેન જાઅહાલ બિજા-બિજા ગાવહામાય દોવાડા લાગ્યો, એને બુતાલ લોકહામાઅને કાડા ચ્યાહાન પુરો ઓદિકાર દેનો.
પાછે ઈસુય ચ્યા શિષ્યહાન આખ્યાં, ચ્યાહાટી આમા તુમહાન આખતાહાવ, કા શારીરિક જીવના ચિંતા મા કોઅહા આમા કાય ખાઉં એને કાય પિયહું; પાછા આમા શરીરામાય કાય પોવહું.
ચ્યાહાટી પોરમેહેર રાનામાઅને ગાહીયાલ, જીં આજે હેય એને હાકાળ વાડીન આગડામાય ટાકી દી, ઓહડાલ તો ફાડકે પોવાડેહે, તે ઓ વોછો બોરહો થોવનારાહાય, તુમહાન તો યા કોઅતા વોદારે દેખભાલ કોઅરી.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે માયે તુમહાન પોયહા વોગાર, ઠેલી એને ખાઅડાહા વોગાર દોવાડયા, તોદિહી તુમહાન કાય ઓછા પોડ્યા કા?” ચ્યાહાય જાવાબ દેનો, “નાંય,”
તોવે ચ્યે ચ્યાહાન જાવાબ દેનો કા, “જ્યા પાય બેન ડોગલેં હેતેં, તો જ્યા પાય કાય નાંય મીળે ચ્યાલ યોક ડોગલાં દેય, એને જ્યાપાંય ખાઅના હેય તોબી એહકોયજ કોએ.”
એને લેવીય ચ્યા ગોઅમે યોક મોઠા જેવાણ થોવ્યા; એને કર લેનારા એને બિજા લોક જ્યા ચ્યાહા હાતે ખાં બોઠલા આતા યોક મોઠી ગીરદી આતી.
એને જ્યા ગોઆમાય જાહા, તાંજ રા; એને તાઅનેજ રાજા લેઈને જાયા.”
યોક લોડાઈ કોઅનારો સૈનિક જો સૈનીકામાય ભરતી હેય, યોકાજ સમાયામાય બિજા કામ નાંય કોએ, કાહાકા તો ચ્યા ઓદિકાર્યાલ ખુશ કોઅરા માગહે.