55 તોવે તી પોહી તારાતુજ ઉઠીન ચાલા-ફિરા લાગી, પાછે ઈસુય ચ્યાહાન આખ્યાં, કા ચ્યેલ કાય ખાંહાટી દા.
તોવે ઈસુવે ચ્યાહાન ચેતવીન આગના દેની કા ઈ વાત કાદાલ ખોબાર નાંય પોડે, એને પોહયે આયહે આબહાલ આખ્યાં કા, પોહયેલ કાય ખાઅના દા.
પોહયી આથ દોઓઈન ઈસુવે પોહોયીલ આખ્યાં, “તાલીતા કુમ” યા મોતલાબ હેય, “ઓ પોહી, આંય તુલ આખહુ, ઉઠ.”
ચ્યે આયહો આબહો બોજ નોવાય પામ્યે, બાકી ઈસુવે ચ્યાહાન ચેતાવણી દેયન આખ્યાં, કા ઈ વાત કાદાલ નાંય આખના.
જો મોઓઈ ગીઅલો આતો, તો માઅહું બાઆ નિંગી યેનો, ચ્યા આથ પાગ ફાડકા કોઇન વેટાળલા આતા, એને ચ્યા મુંવોય યોક રુંબાળ વેટાળી દેનલો આતો, તોવે ઈસુવે આખ્યાં, “ચ્યા વોયને ફાડકે છોડી દિયા, એને ચ્યાલ જાં દા.”