51 એને ઈસુય ગોઅમે પિત્તર, યાકૂબ એને યાકૂબા બાહા યોહાન, એને યાઈર એને ચ્યા થેએ ચ્યાહા સિવાય ચ્યાઆરે બિજા કાદાલ નાંય યા દેના.
એને ચ્યે પિત્તર યાકૂબ એને યોહાનાલ ચ્યાઆરે આજુ વાયજ દુર લેઈને ગીયો, એને પાછે તો બોજ દુઃખી એને નિરાશ ઓઅઇ રીયલો આતો.
એને ચ્યા યા હેતા: સિમોન જ્યા નાંવ પિત્તર થોવ્યા ચ્યા બાહા આંદ્રિયાસ, એને યાકૂબ, યોહાન એને ફિલિપ એને બારતોલોમી,
ઈસુય ઈ વોનાઈન ચ્યાલ આખ્યાં, “બીયહે મા; માયેવોય બોરહો રાખ, તોવે તો પોહી બોચી જાઅરી.”
તોવે ચ્યે ચ્યાહાન રોડતા એને કાકાહા કોઅતા દેખ્યા. તોવે ઈસુવે ગોઅમે જાયન, ચ્યાહાન આખ્યાં કા, “તુમહાન કાકાહા કોઅના એને રોડના ગોરાજ નાંય હેય, પોહી મોઓઈ નાંઈ ગીયહી બાકી, હૂવી રીયલી હેય.”
યો બોદ્યો વાતો પુર્યો જાયો, ચ્યા પાછે આઠખાન દિહી જાયા, તોવે ઈસુ પિત્તર, યાકૂબ એને યોહાનાલ લેઈને પ્રાર્થના કોઅરાહાટી ડોગાવોય ગીયો.
તોવે પિત્તરે બોદહાલ બાઆ કાડી દેના, એને માંડયે પોડીન પ્રાર્થના કોઅયી, એને કુડયે એછે એઇન આખ્યાં, “ઓ તબીથા, ઉઠ” તોવે ચ્યેય ચ્યે ડોળા ઉગડાવ્યા, એને પિત્તરાલ દેખીન ઉઠી બોઠી.