45 યાહાટી ઈસુય આખ્યાં, “માન કુંયે આથ લાવ્યો?” તોવે બોદે નાકારા લાગ્યેં, તોવે પિત્તર એને ચ્યા શિષ્યહાય આખ્યાં, “ઓ પ્રભુ, તુલ તે લોકહા ગીરદી બિચડેહે એને પોડાપોડી કોઅતેહે.”
કાહાકા ચ્યા દિહી તોવોય યી કા તો દુશ્માન મોર્ચા બાંદિન તુલ ગેરી લી, એને ચોમખીને તુલ દાબી.
સિમોનાય ચ્ચાલ આખ્યાં, “ઓ ગુરુજી, આમહાય આખી રાત મેહનાત કોઅયીહી બાકી કાયજ નાંય દોઅયા; તેબી તું આખતોહો તે આંય જાળ ટાકહી”.
ચ્યેય પાસાડીને યેયન ઈસુવા ફાડકાલ આથ લાવ્યો, એને તારાતુજ ચ્યે લોય પોડના થોબી ગીયા.
બાકી ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા ચ્યાહાન ખાઅના દા” ચ્યાહાય આખ્યાં, આમહાપાય પાચ બાખે એને બેન માછલાહા સિવાય બિજા કાયજ નાંય હેય; બાકી હાં, જો આમા જાયન બોદા લોકહાહાટી ખાઅના વેચાતાં લેય યેજે, તોવે ઓઈ હોકહે.