44 ચ્યેય પાસાડીને યેયન ઈસુવા ફાડકાલ આથ લાવ્યો, એને તારાતુજ ચ્યે લોય પોડના થોબી ગીયા.
ઈસુવે ચ્યાહાવોય દયા કોઇન ચ્યાહા ડોળાહાન આથ લાવ્યાં, એને ચ્યા તારાતુજ દેખતા જાયા, એને ચ્યા પાહલા વાટ દોઇન ચાલા લાગ્યા.
ઈસુવે આથ લાંબો કોઇન ચ્યા આથ દોઅયો, એને આખ્યાં, મા મોરજી હેય કા તું ચોખ્ખો ઓઅઇ જો “એને તો તારાતુજ કોઢમાયને ચોખ્ખો ઓઅઇ ગીયો.
એને યોક બાઈ ચ્યે બારા વોરહાથી લોય પોડના બિમારી આતી, તી ચ્યા પાહલા યેની એને ફાડકા છેડાલ આથ લાવ્યો.
જાં કેસ ઈસુ ગાવહામાય, કા શેહેરાહામાય ગીયો, તોવે દુખ્યાહાન બાજારામાય થોવિન ચ્યા રાવ્યો કોએત, કા ઈસુ ફાડકા મેરાલ આથ લાવાં દેય. એને જોલે ચ્યાલ આથ લાવેત, ચ્યા બોદહાજ બોચાવ ઓઅઇ જાય.
તોવે ઈસુય ચ્યેવોય આથ થોવ્યો, એને તી તારાત હિદી ઓઈ ગીયી, એને પોરમેહેરા મહિમા કોઅરા લાગી.
એને ચ્યા પાગહાપાય, પાછાડી ઉબી રોયન રોડતી ઈસુ પાગહાલ આહાંવાહાં કોય બીજવી કાડયા, એને ચ્યે ટોલપ્યે કિહહા કોઇન નુંહરા લાગી એને ચ્યા પાગહાલ પાછા-પાછા ચૂમીને ઈસુ પાગહાવોય અત્તાર લાવ્યાં.
તાં યોક બાઈય જ્યેં બાર વોરહાથી લોય પોડના બિમારી આતી, એને ચ્યેય ચ્યે બોદી મિલકાત વૈદયાહા પાય ખોરચી કાડયેલ, તેરુંબી ચ્યે બિમારી હારી નાંય જાયેલ.
યાહાટી ઈસુય આખ્યાં, “માન કુંયે આથ લાવ્યો?” તોવે બોદે નાકારા લાગ્યેં, તોવે પિત્તર એને ચ્યા શિષ્યહાય આખ્યાં, “ઓ પ્રભુ, તુલ તે લોકહા ગીરદી બિચડેહે એને પોડાપોડી કોઅતેહે.”
બાકી જો હારો જાયલો માઅહું તો નાંય જાંઆય કા તો કું હેય, કાહાકા બો બોદા લોક આતા ચ્યામાય ઈસુ આડવા ઓઈ ગીયેલ.
ઓલે લોગુ કા રુંબાળ એને ફાડકો ચ્યાહા આંગાલ લાવીન બીમાર્યાહાવોય ટાકતા આતા, એને ચ્ચે ચ્યાહા બીમાર્યેહેથી હારાં ઓઅઇ જાતે આતેં, એને બુતડે નિંગી જાયા કોઅતે આતેં.
જીં કાય પ્રેષિત કોઅતા આતા ચ્યા લીદે લોક બિમાર્યાહાન વાટેવોય લેય યેયન પાથારી એને ખાટલાહાવોય હુવાડી દાં આતેં, કા જોવે પિત્તર યેય, તોવે ચ્યા છાવાડીજ ચ્યાહામાઅને કાદાવોય પોડી જાય.