43 તાં યોક બાઈય જ્યેં બાર વોરહાથી લોય પોડના બિમારી આતી, એને ચ્યેય ચ્યે બોદી મિલકાત વૈદયાહા પાય ખોરચી કાડયેલ, તેરુંબી ચ્યે બિમારી હારી નાંય જાયેલ.
જ્યા મિલકાતવાળા હેય ચ્યાહાય તે ચ્યામાઅને જીં કાય દેનલા હેય જ્યાલ ચ્યાહાન જરુરી નાંય આતા, બાકી ઈ વિધવા ગોરીબ હેય એને યેય જીં બોદા કાય દેના જીં ચ્યેપાય આતા, ચ્યા બોદા પોયહા ટાકી દેના જ્યાહાલ તી પોતે જરૂર્યે હાટી ઉપયોગ કોઅઇ હોકતી.”
જોવેબી બુત ચ્યાવોય હમલો કોઅહે તે તો ચ્યાલ તાંજ આફળી દેહે, એને ચ્યા મુયામાઅને ગોંડો કાડહે, એને ચ્યા દાત કોકડાવેહે, એને કઠાણ બોની જાહાય. માયે તો શિષ્યહાન એહેકેન આખ્યાં કા ચ્યામાઅને બુતાલ કાડી ટાકાં, બાકી ચ્યા ચ્યાલ કાડી નાંય હોક્યા.”
તાં યોક બાઈ આતી, એને જ્યેં કૉબરામાયને ડોંગી વોળી ગીઅલી આતી, એને કોઅયેહેજ રીતે તી હિદી ઓઈ નાંય હોકતી આતી.
તો કાય ઈ હારાં નાંય હેતા, કા ઈ બાઈ જીં આબ્રાહામા કુળામાઅને હેય, જ્યેલ સૈતાનાય અડાર વોરહા લોગુ બાંદી રાખલી આતી, આરામા દિહી ચ્યેલ બંધનામાઅને છોડવામાય યેહે?”
જોવે ચ્યા દોરિયા ચ્યેમેરે પોઅચ્યા, તોવે ચ્યા શેહેરા ચ્યાલ યોક માઅહું મિળ્યાં, જ્યાલ બુત વોળાગલો આતો, એને બોજ દિહહાથી તો ફાડકે નાંય પોવે એને ગોઓ નાંય રોય, બાકી તો માહણામાય રોયા કોઅતો આતો.
કાહાકા ચ્યા બાર વોરહા યોખલી પોહી આતી, એને તી મોઅઇ જાયના અણ્યેવોય આતી, જોવે ઈસુ જાય રિઅલો આતો, તોવે લોક ચ્યા આગલા ગીરદી કોએત આતેં.
ચ્યેય પાસાડીને યેયન ઈસુવા ફાડકાલ આથ લાવ્યો, એને તારાતુજ ચ્યે લોય પોડના થોબી ગીયા.
યોક દિહી જોવે ઈસુ શિષ્યહાઆરે વાટે જાતો આતો, તોવે યોકા જોન્માથી આંદળા માઅહાલ દેખ્યા.
બાકી આમી કેહેકેન દેખતો જાયો, તીં આમા નાંય જાંઆજે, એને નાંય ઈ જાંઆજે, કા કુંયે ચ્ચા ડોળા ઉગડાવ્યા, ચ્યાલુજ પુછી લા, તો પોતા બારામાય પોતેજ આખી દેઅરી.”
ઓલહામાય લોક યોકા જન્મા પાઅને લેંગડા આતા ચ્યા માઅહાલ લેઈને યેત, ચ્યાલ દિનેરોજ દેવાળા બાઅણા પાય જ્યાલ સુંદાર નાંવા બાઅણા આખતેહે, ચ્યાપાય બોહાડી જાત, કા તો દેવાળે જાનારાહા પાયને બિખ માગે.
કાહાકા જો માટડો ચમત્કારિક રીતે હારો જાયલો આતો, તો ચાળહી વોરહા કોઅતો વોદારી ઉંબારે આતો.