34 ચ્યા ટોળા ગોવાળ ઈ દેખીન નાહી પોડ્યા એને શેહેરામાય એને ગાવામાય જાયને ચ્યાહાય ઈ વાત આખી.
ચ્યો શિષ્યહાન ખોબાર કોઅરાહાટી જાઈજ રિઅલ્યો આત્યો, કા જ્યા સીપાડા કોબારે ઈહીં રાખવાળી કોએત ચ્યાહામાઅને વોછાહાય શેહેરમાય યેઇન બોદ્યો વાતો મુખ્ય યાજકાહાલ આખ્યો.
એને ડુકરાહા ગોવાળ નાહી પોડ્યા, એને શેહેરામાય જાયને યે બોદયે વાતહેબારામાય એને જ્યાહામાય બુત આતા ચ્યા બારામાય બોદહાન ખોબાર દેની.
એને ડુકરાહા ગોવાળ નાહી પોડ્યા એને શેહેરામાય એને ગાવામાય કાય જાયા ચ્યા ખોબાર દેની કા લોક તી એઅરા યેના.
ઈસુવે ચ્યાહાન પરવાનગી દેની, તોવે બુત નિંગીન ડુકરાહામાય ઉરાય ગીયે, એને બોદો ટોળો કોરાડા ઉપને દોરિયામાય જાયન ટુટી પોડયો, એને બુડી મોઅયો, તો લગભગ બેન ઓજાર ડુકરાહા ટોળો આતો.
એને લોક જીં જાયેલ તી એરાહાટી ગીયા, તોવે ચ્યાહાય જ્યામાઅને બુત નિંગલા ચ્યા માઅહાલ ઈસુવાપાય ફાડકે પોવલે એને હારો ઓઇન ભાનમાય દેખ્યો તોવે ચ્યા બિઇ ગીયા.