28 ચ્યાય ઈસુલ દેખ્યો તોવે બોંબલ્યો, એને ચ્યા આગલા ઉંબડો પોડીન આખ્યાં, “ઓ પરમપ્રધાન પોરમેહેરા પોહા ઈસુ! માન તું કાહા હેરાન કોઅતોહો? આંય તુલ વિનાંતી કોઅતાહાંવ, કા માન પીડા મા દેહે.”
ચ્યાહાય બોંબલીન આખ્યાં ઓ પોરમેહેરા પોહા તો આમહે આરે કાય કામ હેય? કાય તું સોમાયા પેલ્લા આમહાન આબદા દાં યેનહો?
જોવે ચ્યા દોરિયા ચ્યેમેરે પોઅચ્યા, તોવે ચ્યા શેહેરા ચ્યાલ યોક માઅહું મિળ્યાં, જ્યાલ બુત વોળાગલો આતો, એને બોજ દિહહાથી તો ફાડકે નાંય પોવે એને ગોઓ નાંય રોય, બાકી તો માહણામાય રોયા કોઅતો આતો.
કાહાકા ઈસુ ચ્યામાઅને ચ્યા બુતાલ નિંગી જાઅના આગના દી રિઅલો આતો, યાહાટી કા બુત ચ્યા માઅહાલ વારે ગેડી તકલીફ દેતો આતો, જોવે લોક ચ્યાલ હાકળે કોઇન એને બેડયો ટાકીન બાંદેત, તેરુંબી તો તોડી ટાકતો આતો, એને બુત ચ્યાલ ઉજાડ જાગામાય તાંગાડતા ફિરતા આતા.
તુલ બોરહો હેય કા યોકુજ પોરમેહેર હેય, તે તું હારાં કોઅતોહો, બુતડે બી બોરહો રાખતેં, એને બીઈન કાપતેહેં.
તુમા જાંઅતેહે કા બોજ સમયા પેલ્લા જોવે કોલહાક હોરગા દૂતહાય પોરમેહેરા આગના નાંય પાળી, તે ચ્યાય ચ્યાહાન ચ્યાહા કોઅલા ગલત કામહા લીદે નાંય છોડયા. ચ્યાય ચ્યાહાન નરકામાય ટાકી દેના, એને ચ્યાહાન આંદારે જાગે ચ્યા દિહા લોગુ રાખલા ગીયા, જાંવલોગુ તો ચ્યાહા ન્યાય કોઅરી તોવેલોગુ.
જીં કાદાં પાપ કોઅતા રોહે, તી સૈતાના કાબુમાય હેય, કાહાકા સૈતાન પેલ્લેથીજ પાપ કોઅતો યેનહો. પોરમેહેરા પોહો યાહાટી દુનિયામાય યેનો, કા સૈતાના કામહાલ નાશ કોએ.
પાછે સૈતાનાલ જ્યાંય બોદા લોકહાન ભરમાવલા આતા, ચ્યા જાગાવોય ફેકી દેના, જાં ધગધગતી આગ બોળહે, તી ચ્યા જાગાવોય ઓઅરી જાં ચ્યાહાય પેલ્લા બી જંગલી જોનાવરા એને ભવિષ્યવક્તાલ ફેકી દેનલો આતો, ચ્યે દિહીન રાત સાદા આગડામાય પીડા બોગાવતે રોય.