26 પાછે ઈસુ એને ચ્યા શિષ્ય ગીરાસેનિયા ભાગામાય ગીયા, જીં દોરિયા ચ્યેમેરે ગાલીલ ભાગા હામ્મે હેય.
તોવે ઈસુવે શિષ્યહાન આખ્યાં, “તુમહે બોરહો કેછ આતો?” બાકી ચ્યા ગાબરાય ગીયા એને નોવાય પામીન યોકબિજાલ આખા લાગ્યા, “ઓ કું હેય, જો તોફાન એને દોરિયા પાઅયાલ બી તો આગના કોઅહે, એને તી ચ્યા માનતેહેં?”
જોવે ચ્યા દોરિયા ચ્યેમેરે પોઅચ્યા, તોવે ચ્યા શેહેરા ચ્યાલ યોક માઅહું મિળ્યાં, જ્યાલ બુત વોળાગલો આતો, એને બોજ દિહહાથી તો ફાડકે નાંય પોવે એને ગોઓ નાંય રોય, બાકી તો માહણામાય રોયા કોઅતો આતો.