15 બાકી હારી જમીનીમાય તે યે હેતેં, કા પોરમેહેરા વચન વોનાયને હારાં એને ચોખ્ખાં મોનાકોઈન માની લેતહેં, એને ચ્યે ધીરજથી ફળ દેતહેં.”
બાકી જ્યા લોક માયેવોય બોરહો કોઅનામાય લાગી રોય, એને દોરત્યેવોય ચ્યા જીવના છેલ્લે લોગુ મા પાહલા ચાલતો રોય, ચ્યા પાપહા ડોંડ બોગાવનાથી તારણ ઓઅઇ જાઅરી.
ઈસુવે આખ્યાં, “હાં, બાકી ધન્ય હેય જ્યેં પોરમેહેરા વચન વોનાયને પાળતેહે.”
હારાં માઅહું મોના હારાં ભંડારા માઅને હાર્યો વાતો કાડહે, એને જુઠા માઅહું જુઠા ભંડારામાયને જુઠયો વાતો કાડહે. કાહાકા જીં મોનામાય બોઅલાં હેય, તીંજ વાત માઅહું બોલહે.
જો કાટાહા જેખરાહામાય પોડયો, ચ્યે યે હેય, જ્યેં વચન વોનાતેહે, બાકી આગાડ્યા જીવનામાય ચિંતા, પોયહા લોબ, એને મોજ્યા કોઅનામાય ફસાય જાતહેં, એને નોકામ્યા જીવન જીવતેહે.
“કાદોબી દિવો લાવીન ટોપલી તોળે નાંય થોવેત, નાંય ચ્યાલ ખાટલા તોળે થોવે, બાકી ચ્યાલ ઉચે દિવત્યા વોય થોવતેહે કાહાકા તોવે ચ્યા ઉજવાડો ગાઆમાય યેનારાહાલ મીળે.
જોવે તુમા માયેવોય પ્રેમ કોઅતાહા, તોવે મા આગના પાળહા.
જોવે તુમા મા આગના પાળહા, તોવે તુમા મા પ્રેમમાય બોની રાહા જેહેકેન આંય પોતાના આબહા આગના પાળતાહાવ એને આંય ચ્યા પ્રેમમાય બોની રોહુ જેહેકોય માયે આબહા આગના પાળહી.
એને જ્યેં હારાં કામહામાય મજબુત બોની રોય એને મહિમા, એને આદર એને અમરતા હોદતેહેં, ચ્યાહાન પોરમેહેર અનંતજીવન દી.
બાકી આમી તુમા પાપા ગુલામીમાઅને છુટીન પોરમેહેરા ચાકાર બોનીન ચ્યા કામહાલ કોઅતેહે જ્યેં પવિત્રતા એછે લેય જાતહેં, જ્યા પ્રતિફળ અનંતજીવન હેય.
કાહાકા આંય જાંઅહું, કા માંયેમાય એટલે કા મા શરીરા સ્વભાવામાય હારી વસ્તુ વાસ નાંય કોએ, ઇચ્છા તે મા માય હેય, બાકી હારેં કામે માયેકોય ઓઈ નાંય હોકે.
તે ઓ મા વિસ્વાસી બાહાહાય, જોવે તુમાબી ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયા, તે તુમા નિયમાહા ઓદિકારા હાટી મોઅઇ ગીયા, આમી તુમા ખ્રિસ્તા હેય જો મોઅલા માઅને પાછો જીવતો ઓઅય ગીયહો, જેથી તુમા આમી પોરમેહેરા સેવાહાટી જીવન જીવી હોકે.
બાકી આપા ચ્યે વસ્તુ આશા કોઅજેહે જીં આમી લોગુ આપહાપાય નાંય હેય, યાહાટી આપા ધીરજ રાખીન તાંવ લોગુ વાટ જોવજેહે જાવ લોગુ ચ્યાલ મેળવી નાંય લેજે.
કાદા સુન્નત ઓઅલા હેય કા નાંય યાકોય કાય ફેર નાંય પોડે, બાકી પોરમેહેરા આગના પાળના બોજ જરુરી હેય.
કાહાકા તુમહે ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે, પોરમેહેરા સદા મોયા ને લીદે તુમહે તારણ જાયલા હેય, ઈ તુમહે પાયને નાંય જાયા, બાકી પોરમેહેરા દાન હેય.
એને પોરમેહેરા મહિમા એને સ્તુતિહાટી તુમા ઈસુ ખ્રિસ્તા ન્યાયપણા ફળાહાથી ભરપુર ઓએ, ઈ ઈસુ ખ્રિસ્તજ દેય હોકહે.
યાહાટી તુમા એહેકેન જીવન જીવા જેહેકેન પ્રભુ લોકહાન જીવા જોજે, એને તુમા બોદી રીતેકોય પ્રભુલ પ્રસન્ન કોઆ. એને તુમા કાયામ બોદે રીતેકોય હારેં કામે કોઆ, એને કાયામ પોરમેહેરાબારામાય વોદારી એને વોદારી જાંઅતે જાં.
જેહેકોય બોદી દુનિયામાય ઈ હારી ખોબાર ફેલાય રિઅલી હેય એને બોજ લોક વિસ્વાસી બોની રીઅલા હેય, તેહેકોયનુજ તુમહે વોચમાય ઓઅતા યેય રીયલા હેય જ્યા દિહયાથી તુમાહાય યાલ વોનાયા એને પોરમેહેરા સદા મોયા હાચ્ચાઇ પુરી રીતેકોય હોમજી ગીયા.
તુમહાન ધીરજ રાખના જરુરી હેય, યાહાટી કા જોવે તુમા પોરમેહેરા ઇચ્છા પુરી કોઅહા, તોવે તો ચ્યો બોદ્યો વસ્તુ દેઅરી જ્યેહે વાયદો ચ્યાય તુમહાન કોઅયેલ.
યાહાટી આમહાન જીં ખોબાર મિળલી હેય, ચ્યાવોય હારિરીતે દિયાન દાં જોજે, કાય એહેકેન નાંય ઓએ કા આમા વાટેથી બટકી જાજે.
યાહાટી પરીક્ષાયે વોચ્ચે ઈસુવાવોય આપહે બોરહો બોનાડી રાખા, કા તુમા આત્મિક રીતે મજબુત એને સિદ્ધ ઓઅય જાં એને તુમહામાય કોઅયેહેબી હાર્યે વાતે કમી નાંય રોય.
જો આપા પોરમેહેરા આગના પાળહુ, તે યાકોય આપહાન માલુમ પોડી કા આપા ચ્યાલ હાચ્ચાંજ વોળાખજેહે એહેકેન ખાત્રી લાગહે.